નવી દિલ્હીઃ જો તમારી પાસે ઇન્ટરનેટ પર પોતાની ક્રિયેટિવિટી હોય તો તેની રજૂઆત કરવાની અને ઇનામ જીતની એક શાનદાર તક છે. ઇન્ટરનેટ પર ભારતીય ભાષાઓમાં કન્ટેન્ટને પ્રોત્સાહન આપવા માટે નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NIXI) એ વિકિપીડિયા ક્રિયેટિવિટી કોન્ટેસ્ટ લોન્ચ કર્યુ છે. જેને #WikiChallenge (#વિકીચેલેન્જ) નામ આપ્યુ છે. જેમાં તમને 22 સત્તાવાર ભાષાઓમાંથી કોઇ પણ એક ભાષામાં ઓછામાં ઓછા 1000 શબ્દોનો એક ઓરિજિનલ વિકિપીડિયા પેજ ડેવલપ કરવાનો રહેશે. પેજ ડેવલપરનો એક IDN વેબસાઇટ (.ઇન્ડિયા) હશે જે વિકિપીડિયા પેજ સાથે જોડાયેલુ હશે.
આ પેજ એવોર્ડની માટે એપ્લિકેશન આપવાના ઓછામાં ઓછા એક મહિના પહેલાથી અસ્તિત્વમાં હોવું જોઇએ. ઇનામ જીતનારને 5000 રૂપિયાનું રોકડ પુરસ્કાર અને એક સર્ટિફિકેટ આપવામાં આવશે. તેની અંતિમ તારીખ 31 માર્ચ,2021 છે. ઇનામની જાહેરાત 15 એપ્રિલ 2021ના રોજ કરવામાં આવશે. નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા એક બીન નફાકીય સંસ્થા છે જે 2003થી દેશમાં ઇન્ટરનેટ ટેકનોલોજીના પ્રચાર અને પ્રસારની કામગીરી કરે છે.