ન્યુયોકઃ ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ એ ઇન્ટરનેટ સાયબર એટેક અંગે ચેતવણી આપી છે. શું સર્વિલન્સ પર આદારિત ઇન્ટરનેટનાં ચાઇનીઝ મોડલનું પ્રભુત્વ વધી રહ્યુ છે તેવા પ્રસ્નના ઉત્તરમાં તેમણે કહ્યુ કે, ફ્રી અને ઓપન ઇન્ટરનેટ પર એટેક થઇ રહ્યા છે.
અલબત્ત તેમણે સ્પષ્ટ પણ ચીનનું નામ નથી લીધુ, પરંતુ કહ્યુ કે, અમારી કોઇ મુખ્ય પ્રોડક્ટ્સ કે સર્વિસ ચીનમાં નથી. ટેક્સના વિવાદિત મુદ્દે તેમણે કહ્યુ કે અમે સૌથી વધારે ટેક્સ ચૂકવનારોમાં શામેલ છીએ. જો પાછલા એક દાયકામાં સરેરાશ જોઇયે તો અમે 20 ટકાથી વધારે ટેક્સ ચૂકવ્યો છે.
સુંદર પિચાઇ યે કહ્યુ કે, તેમની અંદર ઉંડે સુધી ભારત વસેલુ છે અને તેમના અસ્તિત્વમાં તેનો એક મોટો હિસ્સો છે.