નવી દિલ્હીઃ ગુગલના પ્લે સ્ટોર પર આવે તેની પહેલા એપ એ ઘણા પ્રકારના સુરક્ષાચક્રો માંથી પસાર થવુ છે, તેમ છતાં એવી ઘણી એપ પ્લે સ્ટોરમાં આવી જાય છે, જે યુઝર્સને નુકસાન પહોંચાડી શકે છે.
ગુગલ આવી કોઇ પણ એપ વિશે જાણ કરતા તાત્કાલિક પરથી હટાવી દે છે અને તેણે તાજેતરમાં ત્રણ એપ્સને તેના પ્લે સ્ટોર પરથી રિમૂવ કરી દીધી છે. આ ત્રણ એપ્સ બાળકોના ડેટા ચોરી રહી હતી અને ડિજિટલ એકાઉન્ટબિલિટી કાઉન્સિલ (IDCA) તરફથી આ અંગે ચિંતા વ્યક્ત કરાઇ હતી. જો તમારા મોબાઇલમાં આ એપ છે તો તેને તાત્કાલિક ડિલિટ કરો.
ગુગલે તેના પ્લે સ્ટોરમાંથી Princess Salon, Number Coloring અને Cats & Cosplay નામની એપ ડિલિટ કરી છે. IDCA એ નોંધ્યુ કે, આ ત્રણ એપ્સ યુઝર્સના ડેટા એકઠાં કરી રહી હતી અને આ એપ્સ બાળકોની માટે તૈયાર કરવામાં આવી હતી. એવામાં સ્પષ્ટ છેકે એપ્સ બાળકોની માહિતી એક્ત્ર કરતી હતી અને આવી કરીને તેણે ગુગલ પ્લે સ્ટોરના નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે. એવું મનાય છે કે, એપ્સ દ્વારા એક્ત્ર કરાયેલા ડેટા થર્ડ પાર્ટીને મોકલવામાં આવી રહ્યા હતા.
ગુગલે કહ્યુ કે, જાણે પણ કોઇ એપ નિયમોનું ઉલ્લંઘન કરે છે ત્યારે અમે કાર્યવાહી કરીયે છીએ. IDCAના પ્રસિડેન્ટ ક્વોંટિન પલ્ફે આ અંગે કહ્યુ કે, અમારા સંશોધનમાં સામે આવ્યુ કે, આ એપ્સની ડેટા પ્રેક્ટિસ કેટલાક ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે અને તે ચિંતાજનક છે.
ઉપરોક્ત ત્રણેય એપ કેવી રીતે યુઝર્સના ડેટા એક્ત્ર કરી રહી હતી તે જાણવા મળ્યુ નથી. અલબત્, બાળકોના ડેટા ક્લેકટ કરનાર એપ્સને લઇને ગુગલ અને એપલ બંનેના નિયમો કડક છે. બાળકોની માહિતી એક્ત્ર કરવા ઉપરાંત થર્ડ પાર્ટીને આ માહિતી મોકલવાના અને કન્ટ્રોલ કરવાના રાઇટ્સ પણ એપ્સને આપવામાં આવ્યા નથી.