પોતાના બે અરબથી વધારે યુઝર્સ માટે ફેસબુકે એક નવી ગિફ્ટ આપી છે. ફેસબુકે મ્યુઝિક ફીચર લોન્ચ કર્યું છે. આમા ફેસબુક પર સ્ટોરી પર શેર કરવામાં આવતા ફોટો અને વીડિયો સાથે ગીત પર એડ કરી શકાશે.
ફેસબુકે આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે આને ન્યુઝ ફીડમા લાવવા જઈ રહ્યા છીએ. ફેસબુકે કહ્યું હતું કે યુઝર્સ હવે પોતાની પ્રોફાઈલમાં પણ ગીત એડ કરી શકશે.આ ફીચર એ જ રીતે કામ કરશે, જે રીતે ઈનસ્તાગ્રામમાં કરે છે. ફેસબુકે તેના એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે અમે આ ફિચરનો વધુમા વધુ આર્ટીસ્ટ અને ક્રિએટર્સ સુધી વિસ્તાર કરીશું અને પેજમાં પણ આ ફીચર આપશું, જેથી તે તેના ફેન્સ સાથે વધુ એક રીતથી જોડાઈ શકશે.