નવી દિલ્હીઃ ભારત સહિત ઘણા દેશોમાં આજે સાંજે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટરની સર્વિસ અચાનક ડાઉન થઈ ગયુ છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે દુનિયાભરના કેટલાય યુઝર્સ ટ્વીટર સેવા ઠપ્પ થતાં પરેશાન થયા છે. ભારતમાં સાંજે લગભગ 8 કલાકની આસપાસ ટ્વીટરની સોશિયલ સાઈટ ઠપ્પ થઈ હતી. યુઝર્સ સાઈટનું હોમ પેજ લોડ નહીં કરી શકતા હોવાની ફરિયાદ કરી રહ્યા છે.
માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર એક્સેસ કરવામાં સમસ્યા ભારત સહિત મલેશિયા, ઈંડોનેશિયા, થાઈલેન્ડ, વિયેતનામ અને મ્યાંનમાર સહિતના દેશોમાં પણ જોવા મળી છે. લોકો એકબીજાને જણાવી રહ્યા છે કે, ફોન, કોમ્પ્યુટર અને લેપટોપ સહિતની જગ્યાઓ પર ટ્વીટરમાં આ પ્રકારની ખામીઓ આવી રહી છે. લોકોનું કહેવુ છે કે, રિફ્રેશ કર્યા બાદ પણ અકાઉન્ટ ઓપન થઈ શકતું નથી.
એક રિપોર્ટમાં એવી પણ વાત સામે આવી છે કે, રિફ્રેશ કર્યા બાદ પણ યુઝર્સ આ પેજને ખોલી શકતા નથી. યુઝર્સને ફક્ત વેબ વર્ઝન પર જ નહીં, પણ મોબાઈલ એપ પર પણ સમસ્યાઓ આવી રહી છે. એન્ડ્રોઈન અને આઈફોન બંને યુઝર્સને આ પ્રકારની તકલીફો આવી રહી છે. યુઝર્સને આ સાઈટ પર રીયલ ટાઈમ સ્ટેટસ નથી મળી રહ્યા. યુઝર્સને તાજેતરની ફીડ બતાવવાને બદલે એક પોપ અપ સંદેશ મળે છે. જેમાં લખેલુ આવે છે ફરી પ્રયાસ કરો.