હવે PNR સ્ટેટસની સાથે સાથે ટ્રેનના લાઇવ સ્ટેટસ, ટ્રેન મોડી પડવાના સમાચાર સહિત અન્ય માહિતીઓ માટે હવે વારંવાર ગુગલમાં સર્ચ કરવાની ઝંઝટ દૂર થશે. હવે Railofy નામની એક મોબાઇલ એપમાં એક નવુ ફિચર ઉમેરાયુ છે જેની મદદથી તમે વ્હોટ્સઅપ મારફતે Railofy સ્ટેટસ, ટ્રેન મુસાફરીની માહિતી, લાઇવ સ્ટેટ્સ સહિત અન્ય માહિતીઓ મળશે.
મુંબઇ સ્થિત સ્ટાર્ટઅપ્સે બનાવેલ Railofy એપના આ નવા ફિચર્સથી ટ્રેન મુસાફરોની ઘણી બધી મુશ્કેલીઓનો ઉકેલ આવી જશે અને તેમને તેમના મોબાઇલ ઉપર જ ટ્રેનની મુસાફરી સંબંધિત માહિતીઓ મળતી રહેશે.
આ નંબર પર શેર કરો PNR નંબર
જે કોઇને PNR સ્ટેટ્સ સંબંધિત માહિતી જોઇ તે +91 98811 93322 નંબર પર એક વખત 10 ડિજિટલનો PNR નંબર શેર કરે, ત્યારબાદ તેમને નિયમિત PNR સ્ટેટ્સ અંગે માહિતી મળતી રહેશે કે તેમની ટિકિટ વેઇટિંગમાં છે કે કન્ફર્મ થઇ ગઇ છે અથવા આરએસી પર આવીને લટકી ગઇ છે. તેની સાથે જ તેમને વ્હોટ્સઅપ જ તેમને ટ્રેન વિલંબ થવા સંબંધિત પણ માહિતી મળશે. જો મુસાફર ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યુ છે તો આગામી સ્ટેશન, પાછલા સ્ટેશન સહિત અન્ય માહિતીઓ પણ મળતી રહેશે.
Railofyનું માનવુ છે કે દર મહિને 60 લાખથી વધારે ટ્રેન મુસાફરો રેલવેમાં મુસાફરી સંબંધિત માહિતી માટે ગુગલમાં જઇને સર્ચ કરે છે અને તેમને ટ્રેનના લાઇવ સ્ટેટ્સ કે ડેસ્ટિનેશનની યોગ્ય માહિતી પણ મળતી નથી. એવામાં Railofy એ દાવો કરયો છે કે, યુઝર્સને એક જ પ્લેટફોર્મ પર તમા માહિતીઓ તે પણ વોટ્સઅપ્સ મારફતે આપવાની કોશિશ કરાશે, જેથી તેમને કોઇ વધારે મુશ્કેલી પડશે નહીં.