નવી દિલ્હીઃ માલવેરવાળા Microsoft Edge અને ગુગલ ક્રોમ એક્સટેન્શનને લગભગ 30 લાખ લોકોને ડાઉનલોડ કર્યુ છે. Avastની એક રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે અને તેણે કહ્યુ કે, તેમણે ક્રોમ અને એજ પર એવા 28 એક્સટેન્શનને ઓળખી કાઢ્યા છે જે માલવેરથી પ્રભાવિત હતા.
મોટાભાગના યુઝર્સ આ એડ-ઓન્સ (બ્રાઉઝર એક્સટેન્શન)ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા ઇન્સ્ટાગ્રામ, ફેસુક, સ્પોર્ટિફાઇ અને વીમોથી ફોટો, વીડિયો અને અન્ય કન્ટેન્ટને ડાઉનલોડ કરવા માટે ઉપયોગ કરતા હતા. રિપોર્ટ મુજબ આ એક્સટેન્શનમાં રહેલા માલવેર યુઝર્સને જાહેરાતો કે ફરી ફિશિંગ સાઇટ પર રિડાયરેક્ટ કરી તેમની ખાનગી માહિતીઓ ચોરી લેતા હતા.
Avast એ એક બ્લોક પોસ્ટમાં લખ્યુ કે કંપનીના શોધકર્તાઓ એ ક્રોમ અને એજ બંનેમાં જાવાસ્ક્રિપ્ટ બેઝ્ડ એક્સટેન્શનમાં મેલિસશ કોડને ઓળખી કાઢ્યો છે. આ કોડથી ઇન્ફેક્ટેડ એક્સટેંશન યુઝર્સની સિસ્ટમમાં વધારે માલવેર ડાઉનલોડ કરી દેતુ હતુ. ગુગલ અને માઇક્રોસોફ્ટના વેબ સ્ટોર પર ડાઉનલોડની સંખ્યાના આધારે સંશોધકોએ કહ્યુ કે, દુનિયાભરમાં લગભગ 30 લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે.
ઘણા યુઝરોએ ફરિયાદ કરી છે કે તેઓ એક્સટેન્શન તેમના ઇન્ટરનેટ એક્સપીરિયન્સને મેનુપ્લેટ કરી રહ્યુ હતુ અને તેમને બીજી વેબસાઇટ પર લઇ જઇ રહ્યા હતા. સંશોધકોએ સ્પષ્ટ કર્યુ કે, જ્યારે કોઇ યુઝર એક લિંક પર ક્લિક કરે છે તો એક્સેટેન્શન અટેકરના કન્ટ્રોલ સર્વર પર ક્લિકથી જોડાયેલી માહિતી મોકલે છે, જે પીડિતને રિયલ લિંકની જગ્યાએ એક નવાં હઇજેટ યુઆરએલ પર રિડાયરેક્ટ કરવા માટે કમાન્ડ મોકલી સકે છે. પાછળથી આ તે અસલી વેબસાઇટથી રિડાયરેક્ટ થઇ જાય છે તેની પર તે વિઝિટ કરવા ઇચ્છતા હતા. આવી રીતે યુઝર્સની ગોપનિયતામાં ઘુષણકોરી કરી ખાનગી માહિતી ચોરી લેવામાં આવી આવે છે.