આજના યુગમાં પોસ્ટકાર્ડની જગ્યા ઇ-મેલે લઈ લીધી છે. છતાં હાલમાં ઘણા લોકો તેમના ઈ-મેલ આઈડી પર તેમની સગ્નેચર એડ કરે છે. તેના કારણ છે કે, ઈ-મેલ આઈડીમાં સિગ્નેચર એડ કરવાથી બીજી વ્યક્તિ પર સારી ઈમ્પ્રેશન પડે છે. આનાથી તમે અન્ય લોકોથી અલગ દેખાશો અને તમારા બિજનેસને પણ પ્રોત્સાહન મળશે. આ ઈ-મેલ દ્વારા તમારી વાતચીત વધશે,રિપ્લાઈ રેટ અને સોશિયલ મીડિયામાં પર તમારી અસર વધશે. તમે પણ Gmail પર તમારા ઈ-મેલ આઈડીમાં સિગ્નેચર એડ કરી શકો છો.
Gmail પર સિગ્નેચર એડ કરવા માટેના સ્ટેપ્સ
– સૌ પ્રથમ, તમારૂ લોગ-ઈન આઈડી અને પાસવર્ડ ઉમેરીને તમારૂ Gmail એકાઉન્ટ ઓપન કરો.
– ત્યાર બાદ Gmailમાં ટોપ જમણી તરફ ગિયર બટન પર ક્લિક કરો.
– બાદ સેટિંગ્સને સિલેક્ટ કર્યા બાદ મેન્યૂ જોવા મળશે.
– એક નવું પેજ દેખાશે, તેને નીચે સુધી સ્ક્રોલ કરો,જ્યા સુધી તમારી સિગ્નેચર સેક્શન ન દેખાય ત્યા સુધી.
– સિગ્નેચર સેક્શનમાં આપવામાં આવેલા બોક્સમાં તમારી સિગ્નેચરને ટાઈપ કરો.
– ત્યા બાદ પેજના અંતે આપેલા Save Changes ઓપ્શન પર ક્લિક કરો.
તમે આ સ્ટેપ્સને ફોલો કરીને તમારી સિગ્નેચરને બદલી શકો છો. સિગ્નેચરમાં વ્યક્તિનું નામ હોય છે. પરંતુ તમે તમારા હસ્તાક્ષરમાં અહીં કંઈપણ ઉમેરી શકો છો અને તમારી સહીને કસ્ટમ લુક આપવા માટે ટેક્સ્ટ ફોર્મેટિંગ ટૂલનો ઉપયોગ કરી શકો છો. તમે તેનો ઉપયોગ કરીને તમારી સિગ્નેચરના ફોન્ટ, રંગ વગેરે બદલી શકો છો.
તમારા મેલમાં સિગ્નેચર એડ કરીને તમારી ઈ-મેલ IDને પ્રોફેશનલ લુક મળે છે. તેથી તમારી સિગ્નેચર એવી રીતે રાખો કે બીજી વ્યક્તિ તમારી સહી ઓછી પ્રોફેશનલ ન લાગે.