AI Technology: AIના જનકએ આપી ચેતવણી, આ ટેકનોલોજી ને કહ્યું સૌથી ખતરનાક!
AI Technology: હાલમાં ઘણી કંપનીઓ AI એજન્ટ્સ બનાવવામાં વ્યસ્ત છે, અને OpenAI એ એક એવું એજન્ટ લોન્ચ પણ કર્યું છે. જો કે, AIના જનક આને ખતરનાક માને છે.
AI એજન્ટ શું હોય છે?
AI એજન્ટ્સ એવા ટૂલ્સ હોય છે જે કોડ લખવું, રિસર્ચ કરવું, બુકિંગ કરવી જેવા કાર્ય કરી શકે છે. OpenAIનો Operator એજન્ટ એકવાર કમાન્ડ મળ્યા પછી ઓનલાઈન ઓર્ડર કરી શકે છે, સર્વિસ બુક કરી શકે છે અને ફોર્મ ભરી શકે છે.
Bengio એ આપી ચેતવણી
AI ના ગોડફાધર ગણાતા Yoshua Bengio એ ચેતવણી આપી છે કે જો AI એજન્ટ્સનો ઉપયોગ વધે તો સુપરઈન્ટેલિજન્સ સાથે વિનાશક પરિણામો આવી શકે છે. તેમનું માનવું છે કે AI દ્વારા વૈજ્ઞાનિક શોધો થઈ શકે છે, પરંતુ એજન્ટ્સની જરૂર નથી. તેઓ નોન-એજન્ટિક સિસ્ટમ્સને મહત્વ આપે છે.
Bengio ને AIનો જનક માનવામાં આવે છે
Yoshua Bengioને Geoffrey Hinton અને Yann LeCun સાથે AIના ગોડફાધરનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમની રિસર્ચે આધુનિક AIનો પાયો નાખ્યો. Bengio અને Hinton બંનેએ AIના સંભવિત ખતરાઓ વિશે ચેતવણી આપી છે અને તેમના નિવારણ માટે સામૂહિક પ્રયાસોની વાત કરી છે.