Amazon Great Indian Sale: ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ 2024માં ગ્રાહકોને બમ્પર ડિસ્કાઉન્ટ સાથે તેમની પસંદગીના સ્માર્ટફોન ખરીદવાની તક મળશે.
Smartphone deals on Amazon: તમામ ઈ-કોમર્સ વેબસાઇટ્સે તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને વર્ષના તેમના સૌથી મોટા વેચાણની જાહેરાત કરી છે. અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન દ્વારા ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ 2024ની જાહેરાત કરવામાં આવી છે. આ સેલ એમેઝોન પર 27 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. વેચાણ શરૂ થવામાં હજુ થોડો સમય બાકી છે, પરંતુ કંપનીએ પસંદગીના સ્માર્ટફોન્સ પર ઉપલબ્ધ ઑફર્સ જાહેર કરી છે.
ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ 2024માં ગ્રાહકોને બમ્પર ડિસ્કાઉન્ટ સાથે તેમની પસંદગીના સ્માર્ટફોન ખરીદવાની તક મળશે. મહત્વની વાત એ છે કે ગ્રાહકો એmazon સેલમાં “નો કોસ્ટ EMI” પર સ્માર્ટફોન ખરીદી શકે છે. ચાલો, જાણીએ કે આ સેલમાં કયા સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ મળશે.
OnePlus Nord CE 3 Lite પર ભારે ડિસ્કાઉન્ટ
OnePlusના આ સ્માર્ટફોનમાં તમને 256GB સ્ટોરેજ અને 8GB રેમ મળશે. તેમાં 5000mAh બેટરી છે. ફોનમાં 67W SuperVOOC ચાર્જિંગ છે. કેમેરાની વાત કરીએ તો તેમાં 108MP પ્રાઈમરી કેમેરા છે. આ ફોનની કિંમત 19,999 રૂપિયા છે, પરંતુ સેલ ઓફરમાં તમે તેને માત્ર 16,999 રૂપિયામાં ખરીદી શકશો.
Samsung Galaxy S23 Ultra 5G પર બમ્પર ડિસ્કાઉન્ટ
Samsung Galaxy S23 Ultra 5Gમાં 6.8 ઇંચની QHD+ 120Hz AMOLED ડિસ્પ્લે છે. તેમાં Snapdragon 8 Gen 2 ચિપસેટ છે. ફોનમાં 1TB સુધીની સ્ટોરેજ અને 12GB રેમ છે. ફોટોગ્રાફી માટે પ્રાથમિક લેન્સ 200MP સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેના 256GB વેરિઅન્ટની કિંમત 1,49,999 રૂપિયા છે, પરંતુ સેલમાં તે માત્ર 84,999 રૂપિયામાં ઉપલબ્ધ હશે.
Realme Narzo 70x 5G પર ઑફર
15,000 રૂપિયાના સેગમેન્ટમાં Realme Narzo 70x 5G શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ ફોનમાં 6GB રેમ, 128GB સ્ટોરેજ છે. તેમાં Dimensity 6100+ પ્રોસેસર અને 120Hz રિફ્રેશ રેટ છે. 50MP AI કેમેરા સાથે, આ ફોન Amazon સેલમાં માત્ર 13,498 રૂપિયામાં ખરીદી શકાય છે.
Redmi 13c 5G પર ડિસ્કાઉન્ટ
Redmi 13c 5Gમાં તમને 6GB રેમ સાથે 128GB સ્ટોરેજ મળે છે. ફોનમાં 50MP પ્રાઈમરી કેમેરા અને MediaTek Dimensity 6100+ 5G પ્રોસેસર છે. આ ફોનની કિંમત 13,999 રૂપિયા છે, પરંતુ સેલમાં તે માત્ર 9,199 રૂપિયામાં ઉપલબ્ધ છે.