અગ્રણી મોબાઇલ કંપની Apple ઇન્ક એ ચીન સામે મોટી કાર્યવાહી કરી છે અને જે હેઠળ પોતાના ચાઈના પ્લે સ્ટોરમાંથી 39 હજાર ગેમ્સ એપ્સને હટાવી છે. આવી ઘટના પ્રથમવાર બની છે જ્યારે એપલે એક જ દિવસ આટલી મોટી સંખ્યામાં એપ્સ હટાવ્યા હોય. તેમાં તમામ ગેમ પબ્લિશર્સ માટે 31 ડિસેમ્બરના લાઈસંસની ડેડલાઈન નક્કી કરી હતી. આ પગલુ ચીની અધિકારીઓ દ્વારા લાયસંસ વગરની ગેમ્સ પર પ્રતિબંધ મૂકવા કર્યુ છે.
એપલે કુલ મળીને અત્યાર સુધીમાં 46 હજારથી વધારે એપ્સ પોતાના સ્ટોરમાંથી હટાવ્યા છે. રિસર્ચ ફર્મ કિમાઈના જણાવ્યા અનુસાર આ હટાવેલી ગેમ્સમાં Ubisoft અને NBA 2K20 પણ શામેલ છે.
આ પગલા બાદ એપલ સ્ટોર પર હવે સૌથી વધારે પે કરનારા 1500 ગેમ્સમાંથી 74 જ બચ્યા છે.એપલે ગેમ પબ્લિશર્સને સરકાર દ્વારા જાહેર કરેલા લાયસંસ નંબર મેળવવા માટે જૂન સુધી ડેડલાઈન આપી હતી. બાદમાં એપલે આ ડેડલાઈન વધારીને 31 ડિસેમ્બર કરી નાખી હતી.