નવી દિલ્હીઃ અગ્રણી મોબાઇલ અને ગેજેટ્સ બનાવતી કંપની Apple એ તેનો અત્યાર સુધીનો સૌથી મોંઘો અને હાઇટેક હેડફોન લોન્ચ કર્યો છે અને આ હેડફોનનું નામ AirPods Max રાખ્યુ છે. આ સાથે Apple કંપનીએ AirPods Maxની સાથે હેડફોન સેગમેન્ટમાં એન્ટ્રી કરી છે. આ હેડફોન તેની અધધધ… કિંમતીને લઇને ભારે ચર્ચામાં છે કારણ કે, આ Airpods Max હેડફોનની કિંમત એટલી ઉંચી છે કે, આટલી રકમમાં તમે એક એવરેજ બાઇક ખરીદી શકો છો. Apple કંપનીએ કેના આ Airpods Max હેડફોનની કિંમત 59,900 રૂપિયા જાહેર કરી છે.
પાંચ કલરમાં ઉપલબ્ધ થશે આ મોંઘો હેડફોન
Appleનું આ સૌથી મોંઘુ Apple AirPods Max હેડફોન પાંચ કલરમા ઉપલબ્ધ થશે, જેમાં સ્પેશ ગ્રે, સિલ્વર, સ્કાઇ બ્લુ, ગ્રીન અને પિંક છે. Apple AirPods Maxનું પ્રી-બુકિંગ અમેરિકા સહિત 25 દેશોમાં આજથી શરૂ થઇ જશે.
સૌથી મોઘા Apple AirPods Maxની ખાસિયતો જાણો…
જો Appleના આ સૌથ મોંઘા AirPods Max હેડફોનના ફિચર્સની વાત કરીયે તો તેમાં એડેપ્ટિવ ઇક્યુ સહિત એક્ટિવ ન્વાઇઝ કેન્સિલેશન ફિચર આપવામાં આવ્યુ છે. સાથે જ તેમાં H1 ચિપસેટનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. Apple AirPods Maxમાં સ્પૈટિયલ ઓડિયો, ટ્રાન્સપરન્સી મોડ જેવા એડવાન્સ ફિચર્સ પણ ઉપલબ્ધ છે.
તે ઉપરાંત Apple AirPods Maxમાં સ્ટેનલેસ સ્ટીલ હેડલેન્ડ આપવામાં આવ્યા છે, આ સ્ટીલ હેન્ડબેન્ડને અલગ હેડશેપ અને સાઇઝ પ્રમાણે એડજસ્ટ કરી શકાય છે. Apple AirPods Maxમાં ડિજિટલ ક્રાઉન પણ આપવામાં આવ્યુ છે. તેનાથી યુઝર્સ વોલ્યુમ કન્ટ્રોલ કરી શકે છે. એટલે કે ટ્રેકને પ્લે અને પોઝ કરવાની સાથે જ કોલિંગને કન્ટ્રોલ કરી શકશે. એટલે કે યુઝર્સ કોલને રિસીવ અને કેન્સલ કરી શકશે. ઓડિયો ક્વોલિટીની વાત કરીયે તો Apple AirPods Maxમાં 40mmના ડાયનેમિક ડ્રાઇવર અને ડ્યૂલ નિયોડાયમિયમ રિંગ મેગ્નેટ મોટર આપવામાં આવી છે.
20 કલાકની બેટરી લાઇફ
આ પ્રીમિયમ વાયરલેસ હેડફોનમાં સિંગલ ચાર્જિગમાં 20 કલાકની બેટરી લાઇફ મળશે અને તેને Appleના લાઇટિંગ કનેક્ટરથી ચાર્જ કરી શકાય છે. Apple AirPods Maxની સાથે સોપ્ટ સ્લિમ સ્માર્ટ બેગ આપવામાં આવશે જે ન માત્ર Airpods Maxને સુરક્ષિચ રાખશે ઉપરાંત તેને અલ્ટ્રા-લો પાવર સ્ટેટમાં રાખશે.