કેટલીક વખત આપણે કોઇ જગ્યાએ જઇએ તો WiFi કનેક્ટ કરવા માટે પાસવર્ડ નાંખવો પડે છે. પરંતુ કોઇની સાથે એનો WiFi પાસવર્ડ માગવાનો ખચવાટ અનુભવાય છે. જેથી આજે અમે તમને એવી ટિપ્સ માટે જણાવી રહ્યા છીએ જેમાં પાસવર્ડ નાંખ્યા વગરો કોઇનું પણ WiFi આવી રીતે ચલાવી શકાશે.
આપણે કોઇ પણ જગ્યાએ પાસવર્ડ વગર પણ WiFi થી કનેક્ટ થઇ શકીએ છીએ. એક એવી રીત છે જેને અપનાવીને આપણે કોઇની પાસેથી પાસવર્ડ માંગવાની પણ જરૂર પડશે નહીં અને કોઇને પાસવર્ડ કહેવાની પણ જરૂર પડશે નહીં. એના માટે આપણે QR Code ને સ્કેન કરવાની ટેકનીક અપનાવીને WiFi થી જોડાઇ શકીએ છીએ. આ Android અને iOS બંને યૂઝર્સ માટે સરળ છે. આવું કરવા માટે તમારે ખૂબ જ સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
આ એક વાત નોંધવા જેવી છે કે તમામ એવી સાઇટ્સ છે જે WiFi ના નામ અને પાસવર્ડને QR Code માં બદલી શકે છે. જેમ કે ww.qrstuff.com and zxing.appspot.com
સ્ટેપ 1- આમાંથી કોઇ પણ વેબસાઇટ પર વિઝિટ કરો અને ‘WiFi Network’ or ‘WiFi Login’ વિકલ્પને પસંદ કરો.
સ્ટેપ 2- ‘SSID’ સેક્શનમાં WiFi નું નામ ટાઇપ કરો.
સ્ટેપ 3- ત્યારબાદ પાસવર્ડ ટાઇપ કરો.
સ્ટેપ 4- નેટવર્ક ટાઇપને સિલેક્ટ કરો.
સ્ટેપ 5- Generate અથવા download QR code પર ક્લિક કરો.
એક વખત ડાઉનલોડ થઇ જવા પર તમે એની પ્રિન્ટ આઉટ નિકાળીને રાખી શકો છો કારણ કે આગળ કોઇને જરૂર પડે તો તેઓ એને સ્કેન કરીને કનેક્ટ કરી શકે છે. આ ઉપરાંત સીધા કેમેરાથી સ્કેન પણ કરી શકાય છે. જો કે કેટલાક એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ક્યૂઆર કોડને સ્કેન કરવાનું ફીચર હોતું નથી. એવી સ્થિતિમાં ગૂગલ પ્લે સ્ટોરથી ક્યૂઆર કોડ સ્કેનિંગ એપને ડાઉનલોડ કરી શકાય છે. પાસનર્ડ