આજના ડિજિટલ યુગમાં ફેસબુક ઘણું લોકપ્રિય સોશિયલ મીડિલા પ્લેટફોરર્મ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે ફેક એકાઉન્ટ્સ સામે કડક વલણ અપનાવ્યું છે. FACEBOOK દ્વારા લગભગ 130 કરોડ બનાવટી એકાઉન્ટ બંધ કરાયા છે. આ બધા એકાઉન્ટ્સ ગત કેલેન્ડર વર્ષ 2020 ના છેલ્લા ક્વાર્ટર અર્થાત ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન બંધ કરવામાં આવ્યા છે. સોશ્યલ મીડિયા દ્વારા લોકોમાં ખોટી માહિતી ફેલાવતા મેસેજો કરનારાના એકાઉન્ટ બંધ કરાયા છે. આ સિવાય ફેસબુક દ્વારા COVID-19 રસી અંગે નકલી સમાચાર ફેલાવતા પોસ્ટ્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
FACEBOOK કંપનીના જણાવ્યા અનુસાર, COVID-19 ને લગતી લગભગ 1.2 કરોડ અર્થાત્ 12 મિલિયન પોસ્ટ્સ દૂર કરવામાં આવી છે, જે રસી વિશે ખોટી માહિતી આપે છે. કોવિડ -19 સાથે સંકળાયેલ નકલી પોસ્ટની ઓળખ ગ્લોબલ હેલ્થ એક્સપર્ટ દ્વારા નકલી તરીકે કરવામાં આવી હતી. આ વિશેની માહિતી ફેસબુક ઇંક દ્વારા તેની બ્લોગ પોસ્ટમાં આપવામાં આવી છે.
જોકે, આ પહેલીવાર નથી જ્યારે FACEBOOK ફેસબુક તરફથી નકલી એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હોય. ગયા વર્ષે પણ ફેસબુકે 1,196 એકાઉન્ટ્સ બંધ કર્યા હતા. ઉપરાંત, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના 994 એકાઉન્ટ્સને બ્લોક કરવામાં આવ્યા હતા. આ સિવાય 7,947 બનાવટી પેજ અને 110 ગ્રૂપોને પણ દૂર કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ફેસબુકના ફેક એકાઉન્ટ દ્વારા મોટા પાયે ગુનાઓને અંજામ આપવામાં આવતો હતો. આને કારણે ફેસબુક પર લાંબા સમયથી બનાવટી એકાઉન્ટ બંધ કરવાનું મોટા પ્રમાણમાં દબાણ હતું.
નોંધપાત્ર વાત એ છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અંગે કેન્દ્ર સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જે મુજબ, કેન્દ્ર સરકારના નિર્દેશન હેઠળ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 36 કલાકની અંદર પોસ્ટ્સ દૂર કરવાની રહેશે, જેને સરકાર દ્વારા બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવશે. તાજેતરમાં જ, સરકાર અને ટ્વિટર વચ્ચે કેટલાક પોસ્ટ્સ હટાવવા અને ખેડૂત આંદોલન સંબંધિત ખાતું બંધ થવાની સ્થિતિ સર્જાઈ હતી.