ગ્રાહકોની પ્રાઈવસીના ઉલ્લંધન બાબતે બુધવારે ફેસબુક પર પાંચ અરબ ડોલર એટલે કે 34 હજાર કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હવે આના પર કંપનીએ નિવેદન આપ્યુ છે કે એફટીસી દ્વારા કરવામાં આવેલી લાંબી તપાસ પછી કંપની પર પાંચ અરબ ડોલરનો દંડ લગાવવામાં આવ્યો છે જેની ભરપાઈ કંપની કરશે. જણાવી દઈએ કે ડેટા ચોરી બાબતે આ કોઈ કંપની પર લગાવવામાં આવેલો સૌથી વધુ દંડ છે.
પાંચ અરબ ડોલરના દંડની ભરપાઈ સીવાય વધુમાં ફેસબુકે પોતાને નવા પ્રતિબંધો માટે પ્રસ્તુત રહેવા માટે મંજુરી આપી છે.

સંધીય વ્યાપાર આયોગ(એફટીસી) દ્વારા કરવામાં આવેલી લાંબી તપાસ પછી થયેલુ સમાધાન ફેસબુકને ડેટા સંરક્ષણમાં ખામિઓની બાબતે મુકદ્દમાથી બચાવવાની અનુમતિ આપે છે. એ સવાલ હજી પણ છે કે ભવિષ્યમાં પાલન કરે તે નિશ્ચિત કરવા માટે ફેસબુક પર કેવી રીતે પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે અને તેના માટે શું જરૂરતો હશે.