પાછલા કેટલાંક સમયથી ફેસબુક પર પ્રાઇવસી મુદ્દે ગંભીર આક્ષેપો થઇ રહ્યાં છે. ફેસબુક વપરાશકર્તાઓનો ડેટા તેમની જાણ બહાર મેળવતી બોવાની વાતો સામે આવી છે. આ મુદ્દે ફેસબુક સતત વિવાદોથી ઘેરાયેલું રહ્યું છે. આ બધની વચ્ચે ફેસબુકના સ્થાપક અને સીઇઓ માર્ક જકરબર્ગે બ્લોગ પર જણાવ્યું છે કે ફેસબુક યુઝર્સના ડેટા સુરક્ષિત કરવાની યોજના બનાવી રહી છે. આ માટે વિવિધ પગલાએની વાત તેમણે બ્લોગ પર લખી છે.
ખાસ કરીને તેમણએ મેસેન્જરને એનક્રિપ્ટેડ બનાવવાની વાત કરી છે. જેથી બે યુઝર્સ વચ્ચેની વાતચિત અન્ય કોઇ અથવા તો ફેસબુક પણ વાંચી શકશે નહી. ઝકરબર્ગે લખ્યું છે કે એનક્રિપ્શન ફેસબુકના જરૃરી ફીચરમાંનું એક હશે.
આજના ઓપન પ્લેટફોર્મ સામે ભવિષ્યમા વ્યક્તિગત અને સુરક્ષિત પ્લેટફોર્મ વધુ મહત્વપૂર્ણ હશે.કમ્યુનિકેશન સતત ગોપનિય અને એનક્રપ્શન તરફ આગળ વધી રહ્યું છે.જ્યાં લોકો વિશ્વાસ કરે છે કે તેમની વાતો અને ડેટા બિલકુલ સુરક્ષિત છે. આ જ દિશામાં મદદરૃપ થવાનો મારો પ્રયાસ છે.
ફેસબુક માટે આ ઘણું મોટું પગલું ગણી શકાય. જે દર્શાવે છે કે સોશયલ નેટવર્કિંગ બિઝનેસ પરથી જકરબર્ગે ઝડપથી વિકસી રહેલા મેસેંજીગ માર્કેટ પર ધ્યાન કેંદ્રિત કર્યુ છે. પાછલા છ મહિનાથી જકરબર્ગ આ ફેરફારોની ચર્ચા રોેકાણકારો સાથે કરતાં હતા. ત્યારે પ્રથમ વખત તેમણે બ્લોગ વડે ફેસબુકના બે અબજથી વધુ યુઝર્સને તેની માહિતિ આપી છે.