સોશિયલ મીડિયાના લીધે તમારું બેંક બેલેન્સ ખાલી થઈ શકે છે. હાલ વોટસએપમાં એક મેસેજ ફરી રહ્યો છે અને તેમાં પ્રખ્યાત કુરિયાર કંપની ફેડ એક્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મેસેજમાં જો તમે વિગતો ભરી દીધી તો તમારા ખાતામાંથી પૈસા ઉપડી શકે છે.
હાઈ ટેકનોલોજીના આ સમયમાં ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે. ફ્રોડ કરનાર વ્યક્તિઓ કોઈપણ વ્યક્તિને લુંટવા માટે નવા-નવા પ્રયાસો શોધી જ લે છે, ત્યારે હાલમાં જ એક પ્રખ્યાત કુરિયાર કંપની ફેડ એક્સએ સોશીયલ મીડિયા સાઈટ ટ્વીટર પ ર પોતાના ગ્રાહકો માટે એક ચેતવણી જાહેર કરી છે.
“Hi, Mukesh, your FEDEX package with tracking code IC-2972-6791-MN89 is waiting for you to set delivery preferences.” આ રીતે તમારા નામથી તમને મેસેજ મોકલવામાં આવે છે. આ મેસેજની સાથે એક લિંક પણ આપવામાં આવી છે. જેમાં IC-2972-6791-MN89 ટ્રેકિંગ આઇડી છે. અનુવાદ- મેસેજમાં કહેવામાં આવ્યું છે કે તમારા એડ્રેસ પર એક ફેડએક્સ કૂરિયર તમારી પ્રતિક્ષા કરી રહ્યું છે જેનું ટ્રેકિંગ આઇડી IC-2972-6791-MN89 છે.
આ મસેજની સાથે એક લીંક પણ મોકલવામાં આવી છે જેના પર ક્લિક કરતા એક વેબ પેજ પર પહોંચી જાઓ છે જેમાં તમારા બેંક એકાઉન્ટની પર્સનલ માહિતી માગવામાં આવે છે. માહિતી એકઠી કર્યા બાદ હેકર્સ તમારા બેંક એકાઉન્ટ સુધી સરળતાથી પહોંચી શકે છે.