મોબાઈલ કંપનીઓ આજ-કાલ એવા ફિચર્સ લાવી રહી છે જેનાથી લોકોને તેની લત લાગી જાય છે, જ્યારે બીજી તરફ આ કંપનીઓ લત છોડાવવાનો દાવો પણ કરી રહી છે. Google એ ડિઝિટલ વેલબિઈંગ હેઠળ કેટલીક એપ્સ લોન્ચ કરી છે જેનો હેતુ મોબાઈલ ઉપયોગ ઘટાડવાનો છે. આ એપ્સ ગૂગલના પ્લે સ્ટોર પર આવી ગઈ છે. પરંતું તેને સીધું જ સર્ચ કરીને ડાઉન કરી શકાશે નહી.
ડિઝિટલ વેલબિઈંગને ગત વર્ષે I/O ડેવલપર કોન્ફરન્સ દરમિયાન ગૂગલે રજૂ કર્યું હતું જે એન્ડ્રોઈડ સ્માર્ટફોન્સ માટે છે. તે બાદ તેમાં નવા વિકલ્પો જોડાતા ગયા. હવે કંપનીએ કેટલીક એક્સ્પેરિમેંટલ એપ્સ તૈયાર કરી છે અને તેનો હેતું યૂઝર્સને પોતાના સ્માર્ટફોન સારી રીતે સમજવા અને સ્ક્રીન ટાઈમને ઓછો કરવામાં મદદ કરશે.
એન્ડ્રોઈડ પોલીસના એક અહેવાલ પ્રમાણે ગૂગલે ડિઝિટલ વેલબિઈંગ હેઠળ કુલ પાંચ એપ્સ લોન્ચ કરી છે. જો તમારા સ્માર્ટફોનમાં ગૂગલ ડિઝિટલ વેલબિઈંગ ફિચર નથી છતા તમે આ એપ્સ યૂઝ કરી શકશો. જો તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં Android 8.0 Oreo અથવા તેના ઉપરનું એન્ડ્રોઈડ વર્ઝન હોવું જોઈએ.
આ એપ્સ Unlcok Clock, We Flip, Post Box, Morph और Desert Island છે. આ એપ્સને ડાઉનલોડ કરવા માટે તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ગૂગલ ક્રિએટિલ લેબ સર્ચ કરવાથી તમને આ પાંચેય એપ્સ મળી જશે