ગૂગલ પ્લે સ્ટોર પર એવી એપ્સ છે જે કમાણી કરવા માટે યૂઝર્સને ખોટા વિજ્ઞાપન દર્શાવે છે. ઈએસઈટીની રિપોર્ટ અનુસાર પ્લે સ્ટોર પર 42 વાયરસયુક્ત એપ્સ છે. જે લાંબા સમયથી ચાલી રહી છે અને તે એડવેયર કેંપેન સાથે જોડાયેલી છે. રિપોર્ટ અનુસાર આ એપ્સને 80 લાખથી વધારે યૂઝર્સએ ડાઉનલોડ કરી હતી.
નિષ્ણાંતોના જણાવ્યાનુસાર આ વાયરસવાળી એપ્સની જાણકારી ગૂગલ પ્લે સ્ટોરની સિક્યોરિટી ટીમને આપી છે અને તેને આ પ્લેટફોર્મ પરથી દૂર કરવા કહ્યું છે. જો કે તેમાંથી કેટલીક એપ્સ પ્લેસ્ટોર પર હાલ પણ એક્ટિવ છે. આ એપ્સ યૂઝર્સની જાણકારી લીક કરતી હતી. વાયરસવાળી એપ્સ યૂઝર્સના ડિવાઈસના ડેટા કલેક્ટ કરતી હતી. આ એપ્સને ડેટા કમાંડ અને કંટ્રોલથી ઓપરેટ કરવામાં આવતી હતી જેથી યૂઝર્સને વિજ્ઞાપન દેખાતી હતી. આ એપ્સ ડિલીટ થઈ જાય તો પણ યૂઝર્સને એડ દેખાય છે.
વાયરસવાળી એપ્સ યૂઝર્સના ફોનમાં એપને બદલે શોર્ટકટ વિના દેખાતા હતા. યૂઝર્સ વિજ્ઞાપનથી પરેશાન થઈ એપ્સના શોર્ટકટને ડિલીટ કરી દેતા હતા. આ એપ્સ ડિવાઈસના બેકગ્રાઉંડમાં એક્ટિવ રહેતી હતી અને યૂઝર્સને તેની જાણકારી પણ નથી હોતી. પ્લે સ્ટોર પરથી લાખો એપ્સને ડિલીટ કરી છે. કંપનીએ ઓક્ટોબરની શરૂઆતમાં પ્લે સ્ટોરમાંથી Feel Camera HD, Filter Photo Frame, Lens Flares, Magic Effect અને QR Code Scanner જેવી એપ્સ ડિલીટ કરી હતી.