દેશમાં ઓનલાઇ પેમેન્ટ અને મની ટ્રાન્સફર કરવાનું ચલન વધી ગયું છે. ખાસ કરીને લોકો તેમના મિત્રો અને પરિવારના સદસ્યોને પૈસા આપવા માટે આ પ્લેટફોર્મનો સહારો લે છે. કારણકે તેનાથી સમયની બચત થઇ શકે છે.
રિઝર્વ બેન્ક અનુસાર જો તમારી મંજૂરી વગર પૈસા નીકાળી લેવામાં આવે તો તમે ત્રણ દિવસની અંદર બેન્કને આ ઘટનાની જાણકારી આપવી પડશે. તેનાથીતમારા પૈસા બચી શકે છે.
તે બાદ બેન્ક તમારી આપેલી જાણકારીની તપાસ કરશે કે શુ તમારા પૈસા ભૂલથી કોઇ અન્ય ખાતામાં ટ્રાન્ફર થઇ ગયા છે કે કોઇએ ખોટી રીતે પૈસા નીકાળી લીધા છે. તપાસ પૂરી થયા બાદ બેન્કે તમને પૈસા પરત આપશે. પરંતુ તેના માટે તમારે તેના માટે કેટલીક શરતોનું પાલન કરવું પડશે.
પૈસા પરત મેળવવા માટે તમારે સૌથી પહેલા એટીએમ કાર્ડ નંબર અને ઇન્ટરનેટ બેન્કિંગ સેવાને બંધ કરવી પડશે, તે બાદ પોલીસમાં આ મામલે ફરિયાદ કરો પછી એફઆઇઆરની એક કોપી બેન્કમાં જમા કરવી પડશે.
બેન્ક એફઆઇઆર હેઠળ નીકાળવામાં આવેલા પૈસાની તપાસ કરશે જો તમારી સાથે કોઇપણ રીતની છેતરપિંડી થઇ છે તો તમારા પૈસા તમને પરત મળી જશે. પરંતુ જો તમે ભૂલથી કોઇ અન્યના ખાતામાં પૈસા જમા કરી દીધા છે તો તે બેન્ક પર નિર્ભર કરે છે કે તમને પૈસા મળશે કે નહીં. જોક્, પુરાવા આપવા પર પૈસા મળી પણ શકે છે. જેના માટે તમે બેન્કને આ અંગે વિસ્તારથી માહિતી આપો.