IndiaAI મિશનની મોટી સિદ્ધિ: દેશની GPU ક્ષમતા 34,000ને પાર
IndiaAI: ભારતના IndiaAI મિશન હેઠળ દેશની નેશનલ કમ્પ્યુટિંગ ક્ષમતા 34,300થી વધુ GPU સુધી પહોંચી ગઈ છે. મિશનના બીજા ચરણમાં 16,000 નવા ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ (GPU) ઉમેરવામાં આવ્યા છે, જે ભારતની સ્થાનિક કૃત્રિમ બુદ્ધિ (AI) ક્ષમતાઓને મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે.
IndiaAI: નવી દિલ્હીમાં આયોજિત ‘IndiaAI – Make AI in India, Make AI Work for India’ કાર્યક્રમમાં કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી અશ્વિની વૈષ્ણવે આ સફળતાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટેક્નોલોજીનું લોકતંત્રવાળી દ્રષ્ટિપ્રેરિત છે – જ્યાં ટેક્નોલોજી માત્ર અમુક લોકો માટે નહીં, પણ સમગ્ર સમાજ માટે ઉપલબ્ધ થવી જોઈએ.
સ્થાનિક ફાઉન્ડેશન મોડલ માટે 3 સ્ટાર્ટઅપ્સની પસંદગી
IndiaAI મિશન હેઠળ ભારતના પોતાના AI ફાઉન્ડેશન મોડલના વિકાસ માટે 3 નવી સ્ટાર્ટઅપ્સની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે આ ટીમોને તેમના ક્ષેત્રોમાં વૈશ્વિક ટોચના 5 સ્થાન મેળવવાનો લક્ષ્યાંક રાખવા માટે પ્રોત્સાહન આપ્યું.
ટેકનોલોજીનું લોકતંત્ર અને AI માટે વ્યાપક ઈકોસિસ્ટમ
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 367 ડેટાસેટ્સ AI ફંડ પર અપલોડ કરવામાં આવ્યા છે. તેમણે “રિવર્સ બ્રેન ડ્રેન”ને પ્રોત્સાહન આપતી અને ફાઉન્ડેશન મોડલ્સ, કોમ્પ્યુટિંગ ક્ષમતા, સુરક્ષા ધોરણો અને ટેલેન્ટ ડેવલપમેન્ટને સમાવે તેવો વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક AI ઈકોસિસ્ટમ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
આંતરરાષ્ટ્રીય ભાગીદારી અને નવી દિશા
IndiaAI મિશન હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની છાપ છોડી રહ્યું છે. Station F અને HEC Paris સાથે થયેલી ભાગીદારી ભારતની “ઇનોવેશન ડિપ્લોમસી”માં એક નવા અધ્યાયની શરૂઆત છે.
IndiaAI ફાઉન્ડેશન પિલરનું મુખ્ય ઉદ્દેશ એ છે કે ભારત-વિશિષ્ટ ડેટા પર ટ્રેંડ થયેલા સ્વદેશી ફાઉન્ડેશન મોડલ્સ વિકસાવવામાં આવે અને તેનું વ્યાપક અમલ થાય. મંત્રીએ કહ્યું કે, “ભારતનું AI ઇકોસિસ્ટમ હવે વૈશ્વિક સફળતાના શિખરે છે.”