Instagram New Feature: Instagramનું નવું ધમાકેદાર ફીચર, હવે રીલ જોવા માટે નાખવો પડશે સિક્રેટ કોડ!
Instagram New Feature: Instagram હવે એક અનોખું અને રસપ્રદ ફીચર ટેસ્ટ કરી રહ્યું છે, જેના દ્વારા યુઝર્સ હવે કેટલીક ખાસ રીલ્સ ત્યારે જ જોઈ શકશે જ્યારે તેઓ સિક્રેટ કોડ નાખશે. એટલે કે હવે રીલ્સ પણ લોક થઈ શકશે અને ફક્ત જેને કોડ ખબર હશે, એ જ જોઈ શકશે.
આ ફીચર શા માટે લાવવામાં આવી રહ્યું છે?
જેમ જેમ અમેરિકામાં TikTok પર પ્રતિબંધ લગવાની ચર્ચા વધી રહી છે, તેમ Instagram પોતાને વધુ સુધારવા માટે સતત નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. તેમાં જ હવે ‘સિક્રેટ કોડ રીલ્સ’ નામનું ફીચર Meta તરફથી ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે.
ફીચર કામ કેવી રીતે કરશે?
TechCrunchની એક રિપોર્ટ મુજબ, Instagram ના Design અકાઉન્ટ પર એક લોક્ડ રીલ શેર કરવામાં આવી હતી. જેમાં લખ્યું હતું – “Enter Secret Code”. કોડની હિંટ હતી: “1st # in the caption”. જ્યારે યુઝરે એ કોડ (#threads) દાખલ કર્યો, ત્યારે રીલ અનલોક થઈ ગઈ અને ઉપર “coming soon”નો બેનર દેખાયો.
કોને થશે વધુ ફાયદો?
બ્રાન્ડ્સ અને ક્રિએટર્સ માટે આ ફીચર ખૂબ ઉપયોગી બની શકે છે. તેઓ પોતાના નવા પ્રોડક્ટ લૉન્ચ, ટીઝર કે ઓફર્સ ફક્ત પસંદગીયુક્ત દર્શકો સુધી પહોંચાડી શકશે.
સામાન્ય યુઝર્સ માટે પણ આ એક મજાનું સાધન બની શકે છે ખાનગી કે એક્સક્લૂસીવ કન્ટેન્ટ શેર કરવા માટે. જોકે, કેટલાક લોકો માટે એ થોડી ઝંઝટરૂપ પણ લાગી શકે છે, ખાસ કરીને ત્યારે જ્યારે Instagram પહેલેથીજ અનેક ફીચર્સથી ભરેલું છે.