JioHotstar ડોમેન ખરીદ્યા બાદ દિલ્હીના વિદ્યાર્થીએ રિલાયન્સને લખ્યો પત્ર, કંપની સમક્ષ મૂકી આ શરત
JioHotstar: JioCinema અને Disney+ Hotstarનું મર્જર હવે લગભગ નિશ્ચિત છે. આ મર્જર પછી, શક્ય છે કે કંપની બંને એપ્સને એક જ પ્લેટફોર્મ પર મર્જ કરી શકે. મતલબ કે આવનારા સમયમાં તમારે Jio Cinema અને Disney Plus Hotstar માટે માત્ર એક જ એપ ઇન્સ્ટોલ કરવી પડશે. JioCinema અને Disney+ Hotstarના મર્જર પછી એક વાતની ખૂબ ચર્ચા થઈ રહી છે. બંને કંપનીઓના મર્જર પહેલા જ એક વ્યક્તિએ JioHotstarનું ડોમેન ખરીદ્યું હતું. હવે જ્યારે બંને કંપનીઓ મર્જ થઈ ગઈ છે ત્યારે વ્યક્તિએ રિલાયન્સ સમક્ષ એક શરત પણ મૂકી છે.
તમને જણાવી દઈએ કે Jio Hotstar ડોમેન એક એપ ડેવલપર દ્વારા ખરીદવામાં આવ્યું છે. JioCinema અને Disney+ Hotstarના મર્જર પછી, ડેવલપરે હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના અધિકારીઓને પત્ર લખ્યો છે અને કંપની સમક્ષ એક શરત પણ મૂકી છે. એપ ડેવલપરે પોતાનો પત્ર અન્ય કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યો નથી પરંતુ માત્ર https://jiohotstar.com પર પોસ્ટ કર્યો છે.
એપ ડેવલપરે આ શરત મૂકી છે
દિલ્હી સ્થિત એપ ડેવલપરે તેની શરતમાં માંગણી કરી છે કે તે JioHotstar.com ડોમેન વેચવા માટે તૈયાર છે પરંતુ જો કંપની તેના આગળના અભ્યાસ માટે ફંડ આપશે તો જ તે આમ કરશે. વ્યક્તિએ તેના પત્રમાં લખ્યું છે કે ‘મારો આ ડોમેન ખરીદવાનો હેતુ છે. જો બંને કંપની મર્જ થઈ જાય તો મારું કેમ્બ્રિજમાં ભણવાનું સપનું પૂરું થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે એપ ડેવલપરે પોતાને એક સ્વપ્નદ્રષ્ટા ગણાવ્યો છે. જો તમે https://jiohotstar.com ની મુલાકાત લો તો તમને આ પત્ર મળશે. આ પત્રમાં તેણે લખ્યું છે કે સોશિયલ મીડિયા દ્વારા તેને ખબર પડી કે IPLના સ્ટ્રીમિંગ રાઈટ્સ ખતમ થયા બાદ Disney+ Hotstarના સબસ્ક્રાઈબર્સ ઘટી રહ્યા છે. આ કારણોસર કંપની મર્જર માટે મોટી ભારતીય કંપનીની શોધમાં છે. આવી સ્થિતિમાં, Viacom 18 એકમાત્ર મોટી કંપની છે જે Disney + Hotstarને હસ્તગત કરી શકે છે.
ડેવલપરે જણાવ્યું કે જ્યારે મ્યુઝિક કંપની Saavn ને Jio દ્વારા હસ્તગત કરવામાં આવી હતી, ત્યારે કંપનીએ Saavn.com થી jioSaavn.com માં ડોમેન બદલી નાખ્યું હતું. આવી સ્થિતિમાં, તેમને લાગ્યું કે જો Jio Hotstarને હસ્તગત કરે છે તો ડોમેન jio Sotstar બની શકે છે. જ્યારે તેણે ચેક કર્યું, jiohotstar.com ડોમેન ઉપલબ્ધ હતું અને તેણે તે ખરીદ્યું.
વિદ્યાર્થી કેમ્બ્રિજ જવા માંગે છે
ડેવલપરે પત્રમાં લખ્યું છે કે, “કેમ્બ્રિજ યુનિવર્સિટી પાસે આંત્રપ્રિન્યોરશિપ પર સંપૂર્ણ ડિગ્રી પ્રોગ્રામ છે. મારે અહીં ભણવું છે. પરંતુ, હું તેની ફી પરવડી શકતો નથી. જો આ મર્જર થશે તો મારું કેમ્બ્રિજ ભણવા જવાનું સપનું પૂરું થઈ શકશે.