નવી દિલ્લી: શું તમે ઓછા પૈસામાં ધમાકેદાર લેપટોપ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે અમેરિકાની ટેક કંપની AVITAએ ભારતમાં તેનું એક લેપટોપ Cosmos લોન્ચ કર્યું છે. આ લેપટોપમાં કંપની દ્વારા જોરદાર ફિચર્સ આપવામાં આવી રહ્યા છે. લેપટોપની સૌથી મહત્વની વાત એ છે કે, તેમાં 2 ઈન 1 ફોર્મ ફેક્ટર છે, સાથે જ ઈન્ટેલ સેલેરોન ડુઅલ કોર ચિપસેટ. દમદાર બેટરી જે 6 કલાક સુધીનો એકઅપ આપે છે. સ્ક્રીનમાં કંપનીએ 11.6 ઈંચની ટચ સ્ક્રીન ડીસ્પેલ આપી છે. સાથે જ કંપનીએ તેની કિંમત માત્ર 17,990 રૂપિયા રાખવામાં આવી છે. અને આ લેપટોપ ઈ-કોમર્સ વેબસાઈટ ફિલ્પકાર્ટ પર સેલ કરવામાં આવી રહ્યું છે.
સ્પેસિફિકેશન: કંપનીએ આ લેપટોપમાં 11.6 ઈંચની ફૂલ-એટડી (1920×1080 પિક્સલ) આઈપીએસ મલ્ટી-ટચ ડિસપ્લે આપી છે. જેમાં 178 ડિગ્રી વ્યઈંગ એંગલ પણ છે. લેપટોપનું ડાઈમેંશન 299x22x206mmનું છે. અને તેનું કુલ વજન 1.3kg છે. કંપનીએ સિંગર ચારલોલ ગ્રે કલરના ઓપ્શન સાથે તેને માર્કેટમાં લોન્ચ કર્યું છે.
અલગ થઈ શકે તેવું કીબોર્ડ
આ લેપટોપમાં લંબચોરસ સ્ક્રીન, એક બિલ્ટ સ્ટેન્ડ અને એક અલગ પાડી શકાય તેવું કીબોર્ડ છે જે તમને લેપટોપ અને ટેબ્લેટને અલગ કરવામાં મદદ કરશે. પ્રોસેસર વિશે વાત કરીએ તો આ લેપટોપમાં Intel Celeron N4000 ડ્યુઅલ કોર પ્રોસેસર છે, જે ઇન્ટેલના UHD 600 ગ્રાફિક્સ, 4GB DDR4 અને 64 જીબી eMMC સ્ટોરેજ સાથે છે. તેમાં વિંડો 10 હોમ અને 6 કલાકનો બેટરી બેકઅપ મળે છે.
લેપટોપમાં મિનિ-એચડીએમઆઈ પોર્ટ, યુએસબી 3.0 પોર્ટ હેડફોન જેક, માઇક્રો-એસડી કાર્ડ સ્લોટ અને ઘણા આઇ / ઓ પોર્ટ્સ સાથે ચાર્જિંગ પોર્ટ પણ આપવામાં આવી રહ્યો છે. વાયરલેસ કનેક્ટિવિટી માટે Wi-Fi અને બ્લૂટૂથ 4.0 સપોર્ટેડ છે. આ લેપટોપમાં 0.7W સ્પીકર અને 2 મેગાપિક્સલનો કેમેરો પણ આપવામાં આવ્યો છે.
આ લેપટોપ તમે ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો. આ લેપટોપની કિંમત માત્ર 17,990 રૂપિયા છે, અને ફ્લિપકાર્ટ પર તમને આ લેપટોપની ખરીદી પર ઓફર પણ આપવામાં આવી રહી છે. એચડીએફસી કાર્ડ ધારકોને 1800 રૂપિયાની છૂટ મળી રહી છે. જ્યારે ગ્રાહકોને એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ પરથી ખરીદી કરવા પર 5 ટકા ડિસ્કાઉન્ટ મળશે.