Netflix
Netflix Free Subscription; નેટફ્લિક્સ ટૂંક સમયમાં એશિયા અને યુરોપના બજારોમાં મફત સબ્સ્ક્રિપ્શન મોડલ લોન્ચ કરી શકે છે. આ મોડલમાં યુઝર્સે કન્ટેન્ટની વચ્ચે જાહેરાતો જોવી પડશે.
Netflix Free Subscription; જો તમે Netflix યુઝર છો તો તમારા માટે એક સારા સમાચાર છે. એક રિપોર્ટ અનુસાર, Netflix ટૂંક સમયમાં ફ્રીમાં કન્ટેન્ટ બતાવવાનું શરૂ કરી શકે છે. તેની પાછળનું કારણ એ છે કે Netflix તેના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કન્ટેન્ટ લાઇબ્રેરીમાં પ્રેક્ષકોને ફ્રી એક્સેસ આપીને તેનો યુઝર બેઝ વધારવા માંગે છે. નેટફ્લિક્સ આ માટે ફ્રી સબસ્ક્રિપ્શન મોડલ લોન્ચ કરશે.
ફ્રી સબસ્ક્રિપ્શન મોડલ ક્યાંથી શરૂ કરી શકાય?
ફ્રી સબસ્ક્રિપ્શન સાથેનું મોડલ એશિયા અને યુરોપના માર્કેટમાં લોન્ચ કરી શકાય છે. ફ્રી સબસ્ક્રિપ્શન લેનારા યુઝર્સે પણ કન્ટેન્ટની વચ્ચે જાહેરાતો જોવી પડશે. આ મફત સબ્સ્ક્રિપ્શન મોડલ માત્ર જાહેરાત-સમર્થન પર આધારિત હશે. એડવર્ટાઇઝર્સનું કહેવું છે કે આ પ્લાન નેટફ્લિક્સના વ્યૂઅરશિપમાં ઝડપથી વધારો કરશે. તેનાથી કંપનીની એડ રેવન્યુમાં વધારો થશે.
તે ક્યારે લોન્ચ થઈ શકે છે
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, નેટફ્લિક્સ પોતાનું એડવર્ટાઈઝિંગ ટેક્નોલોજી પ્લેટફોર્મ ડેવલપ કરી રહ્યું છે, જે 2025ના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે. કંપનીએ હાલમાં જ આ અંગે માહિતી આપી હતી કે યુઝર્સ તેના એડ સપોર્ટેડ ટિયરમાં જોડાઈ રહ્યા છે અને Netflixના ગ્લોબલ એક્ટિવ યુઝર્સની સંખ્યા વધીને 4 કરોડ થઈ ગઈ છે. એક વર્ષ પહેલા આ સંખ્યા માત્ર 50 લાખ હતી.
Netflix એ હજુ સુધી ફ્રી સબ્સ્ક્રિપ્શન એડ સપોર્ટેડ પ્લાન અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. એવું માનવામાં આવે છે કે મોટી સંખ્યામાં ભારતીય યુઝર્સ તેમાં જોડાશે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે Netflix પહેલાથી જ ભારતમાં તેના પ્લાન્સ ખૂબ જ ઓછી કિંમતે ઓફર કરી રહી છે. ભારતમાં મોબાઈલ ફોન યુઝર માટે Netflix પ્લાનની કિંમત માત્ર 149 રૂપિયા છે. જ્યારે પ્રીમિયમ માસિક સબસ્ક્રિપ્શનની વાત કરીએ તો તે રૂ. 649 છે.