પર્સનલ ડેટાના દુરુપયોગ મુદ્દે ફેસબુકની અરજીને એક અમેરિકન કોર્ટે ફગાવી દીધી છે. અમેરિકાના ઈલિનોઈસના લોકોએ ફેસબુક પર રૂ. 2.48 કરોડ (3,500 કરોડ ડોલર)નો ક્લાસ-એક્શન કેસ દાખલ કર્યો હતો. આ મામલામાં સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પછી સુનાવણી થશે. જો આ કેસ ફેસબુક હારશે તો તેણે ઈલિનોઈસના 70 લાખ લોકોને પ્રતિ વ્યક્તિ રૂ. 71 હજારથી રૂ. 3,55,483 રૂપિયા વળતર આપવું પડશે. ટેક ક્રંચના રિપોર્ટ પ્રમાણે, સેન ફ્રાન્સિસ્કોમાં 9 સર્કિટવાળા ન્યાયાધીશોની 3 જજની પેનલે આ નાગરિકોની સામે ફેસબુકે કરેલી અરજી ફગાવી દીધી હતી. ફેસબુક પર આરોપ છે કે, ઈલિનોઈસના નાગરિકોએ અપલોડ કરેલા પોતાના ફોટોના ફેશિયલ રેકગ્નિશનને સ્કેન કરવાની મંજૂરી નહોતી આપી. ફેસબુકે તેમણે એ પણ નહોતું કહ્યું કે, 2011માં મેપિંગ શરૂ થયા પછી ડેટા કેટલો સુરક્ષિત રહેશે. કોર્ટે પણ માન્યું છે કે, આ ટેકનિક બાયોમેટ્રિક ઈન્ફોર્મેશન પ્રાઈવેસી એક્ટનું ઉલ્લંઘન કરે છે. આ મુદ્દે ફેસબુકે કહ્યું છે કે, ફેસબુકે હંમેશા લોકોને આ ટેકનિકના ઉપયોગ અને નિયંત્રણ કરવા વિશે કહ્યું હતું. અમે હવે બીજા વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ. અમે સ્વબચાવ કરતા રહીશું.
