Reliance Jio: મુકેશ અંબાણી તમને રિચાર્જ કરવા પર ‘પૈસા’ આપશે! આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન
Reliance Jio: મુકેશ અંબાણીના રિલાયન્સ જિયોનો રૂ. ૧૦૨૮નો પ્લાન એક શાનદાર રિચાર્જ વિકલ્પ છે, જે તમને ફક્ત ડેટા, કોલિંગ અને SMS જ નહીં, પણ કેશબેક અને ઘણા વધારાના લાભો પણ આપે છે.
Jio 1028 પ્લાનની વિગતો
રિલાયન્સ જિયોના ૧૦૨૮ રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં દરરોજ ૨ જીબી હાઇ-સ્પીડ ડેટા મળે છે. આ ઉપરાંત, લોકલ અને એસટીડી કોલ માટે મફત અનલિમિટેડ કોલિંગ સુવિધા અને દરરોજ 100 એસએમએસની સુવિધા છે.
જિયો 1028 પ્લાનની માન્યતા
આ પ્લાનની વેલિડિટી ૮૪ દિવસની છે, અને દરરોજ ૨ જીબી ડેટા મળવાથી કુલ ૧૬૮ જીબી ડેટા મળશે.
વધારાના લાભો
આ પ્લાનમાં Jio TV, Jio Cloud અને Jio Cinema ઉપરાંત Swiggyનું ત્રણ મહિનાનું સબ્સ્ક્રિપ્શન પણ આપવામાં આવે છે. આ સાથે, તમને આ રિચાર્જ પર 50 રૂપિયાનું કેશબેક પણ મળશે. આ જિયોનો એકમાત્ર પ્લાન છે જેમાં કેશબેકનો લાભ પણ આપવામાં આવે છે.
એરટેલ 1029 પ્લાનની વિગતો
એરટેલ પાસે ૧૦૨૮ રૂપિયાનો પ્લાન નથી, પણ ૧૦૨૯ રૂપિયાનો પ્લાન ઉપલબ્ધ છે. આ પ્લાનમાં દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 SMS મફત મળે છે.
વધારાના લાભો
આ એરટેલ પ્લાન સાથે, તમને ત્રણ મહિના માટે ડિઝની પ્લસ હોટસ્ટાર મોબાઇલ સબ્સ્ક્રિપ્શન, અમર્યાદિત 5G ડેટા, સ્પામ ચેતવણી, એપોલો 24/7 સભ્યપદ, મફત હેલોટ્યુન અને રિવોર્ડ મિની સબ્સ્ક્રિપ્શનનો લાભ પણ મળે છે.