Whatsappનું જાણીતું ફીચર સ્ટીકર્સમાં એક ફેરફાર જોવા મળ્યો છે. WaBetaInfo એ ટ્વિટ કરીને જણાવ્યું કે વોટ્સએપએ પોતાના સ્ટીકર્સમાંથી ‘Bibimbap Friends’ નામના સ્ટીકર પેકને હટાવી દીધું છે. હાલ આ વાતની કોઇ જાણકારી નથી કે કયા કારણોસર રિમૂવ કરવામાં આવ્યું છે. WaBetaInfo એ જણાવ્યું કે આ સ્ટીકર પેક એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે જે યૂઝર્સે એને પહેલાથી ડાઉનલોડ કર્યું છે, એમના કલેક્શનમાંથી આ હટાવવામાં આવ્યું નથી.પરંતુ હવે આ ડાઉનલોડ માટે ઉપલબ્ધ નથી.
સ્ટીકર હટ્યા બાદ હવે યૂઝલ All Sticker વિકલ્પ પર જાય છે તો એને Bibimbap friends પેક જોવા મળશે નહીં. પરંતુ ફોટામાં જોઇએ તો જે યૂઝર્સે આ સ્ટીકરને પહેલાથી ડાઉલોડ કરીને રાખ્યું છે, એમને My Stickerની જગ્યાએ માત્ર ‘Update’ જોવા મળશે.
જણાવી દઇએ કે Whatsappમાં સ્ટીકર ફીચર ગત વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું, જેને લઇને તાજેતરમાં જ એક અપડેટ પણ લોન્ચ કરવામાં આવી હતી. Whatsappનું Android beta 2.19.33 વર્ઝન યૂઝર્સને સ્ટીકર્સના પૂરા પેકથી એક સિંગલ સ્ટીકર ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે, જ્યાં પહેલા WhatsApp યૂઝરને જો સ્ટીકર પેરથી કોઇ એક સ્ટીકર ઉપયોગ કરવાનો હતો તો એને પૂરું પેક ડાઉનલોડ કરવું પડતું હતું.
પરંતુ આ અપડેટ બાદ યૂઝર સિંગલ એટલે કે માત્ર એક સ્ટીકર ડાઉનલોડ કરી શકે છે. આ ઉપરાંત તમે સિંગલ સ્ટીકરની ડાઉનલોડ સાઇઝ પણ જોઇ શકશો. જેનાથી તમે એ જોઇ શકો છો કે આ સ્ટીકર તમારા ફોનમાં કેટલી સ્પેસ લઇ રહ્યું છે.