Samsung
Galaxy Ring Launched: સેમસંગે આખરે તેનું મોસ્ટ અવેઈટેડ ગેજેટ ગેલેક્સી રિંગ વિશ્વમાં લોન્ચ કર્યું છે. સેમસંગની ગેલેક્સી રીંગ લોકોના સ્વાસ્થ્ય પર નજર રાખશે.
Samsung Galaxy Ring: સેમસંગે આખરે સત્તાવાર રીતે તેની જાદુઈ રીંગ એટલે કે ગેલેક્સી રીંગ લોન્ચ કરી છે. કંપનીએ આજે ફ્રાન્સની રાજધાની પેરિસમાં આયોજિત સેમસંગ ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટ 2024માં ગેલેક્સી રિંગ લોન્ચ કરી છે. સેમસંગની નવી હેલ્થ એપ સેમસંગ હેલ્પની સાથે આ રીંગ યુઝર્સના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખશે. તેની ખાસ વાત એ છે કે યુઝર્સને તેની સર્વિસનો ઉપયોગ કરવા માટે કોઈપણ પ્રકારનો સબસ્ક્રિપ્શન ચાર્જ ચૂકવવો પડશે નહીં.
ગેલેક્સી રીંગ કિંમત
Galaxy Ring ની કિંમત $399 એટલે કે અંદાજે 34,000 રૂપિયા છે. તે 10મી જુલાઈથી એટલે કે આજથી જ પસંદગીના બજારોમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેનું વેચાણ 24મી જુલાઈથી શરૂ થશે. આ સ્માર્ટ રીંગ Titanium Black, Titanium Silver અને Titanium Gold કલર વિકલ્પોમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે.