ટેક્નોલોજીના આ યુગમાં હવે ભાગ્યે જ કોઇ એવો વ્યક્તિ હશે જે મોબાઇલ ફોન વિશે અજાણ હોય અને તેમાંય ખાસ કરીને સ્માર્ટફોન આવ્યા બાદ લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં તેનો ઉપયોગ ખુબ વધી રહ્યો છે. લોકો કલાકોના કલાકો સોશિયલ મીડિયા અને અન્ય કામ માટે ફોનનો ઉપયોગ કરતા હોય છે ત્યારે ઓસ્ટ્રેલિયાની એક યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે.
આ રિસર્ચમાં સામે આવ્યું છે કે મોબાઇલના વધુ પડતો ઉપયોગથી યુવાનોના માથા પર શિંગ નિકળે છે. જો તમે માથું ઝુકાવીને લાંબો સમય મોબાઇનો કે લેપટોપનો ઉપયોગ કરી રહ્યાં હોય તો તમારા માથા પર શિંગ વિકસિત થઇ રહ્યાં છે. આ રિપોર્ટમાં સામે આવ્યું કે, 18 થી 30 વર્ષની ઉંમરના લોકોમાં શિંગ વિકસિત થઇ રહ્યાં છે. આ રિસર્ચમાં 18 થી 86 વર્ષ સુધીના 1200 લોકોના એક્સ-રે ને સામેલ કરવામાં આવ્યા હતા.
આ રિસર્ચ પ્રમાણે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા યુવાનોના માથાના માથાના સ્કેન કરવામાં આવ્યું જેમાં આ તથ્ય સામે આવ્યું છે. મોબાઇલ હવે કંકાલ સ્તર પર ફેરફાર કરી રહ્યું છે. રિસર્ચમાં 18 થી 30 વર્ષના તેવા યુવાનોને સામેલ કરવામાં આવ્યા જે દિવસભર મોબાઇલમાં ઘણાં કલાકો વિતાવે છે.
રિસર્ચમાં સામેલ શોધકર્તાઓનું પહેલું પેપર જર્નલ ઓફ એટોનોમી 2016માં છપાયું હતુ. આ પેપરમાં 18 થી 30 વર્ષના 216 લોકોના એક્સ-રે સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં 41% વયસ્કોને માથાના હાડકામાં વૃદ્ધિ જોવા મળી હતી સાથે જ તે જોવા મળ્યું કે પુરુષ તેનાથી વધારે પ્રભાવિત છે.
માત્ર મોબાઇલ જ નહી અન્ય ડિવાઇસ પણ મનુષ્યના શરીર પર આવી જ અસર પાડી રહી છે. તેથી જો તમે નથી ઇચ્છતા કે, તમારા માથા શિંગ ઉગે તો મોબાઇલ અને લેપટોપનો ઉપયોગ ઓછામાં ઓછો કરો.