વીડિયો શેરિંગ એપ્લિકેશન TikTok પર પ્રતિબંધ કરવાની માંગ અને કડક કાર્યવાહીની તામિલનાડુ સરકારની જાહેરાત બાદ હવે કંપની તરફથી સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે. ટિક-ટૉકે કહ્યું છે કે ટિક-ટૉક પણ એપના અયોગ્ય ઉપયોગને લઇને ચિંતિત છે અને ભારતમાં યૂઝર્સને પ્રોટેક્ટ કરવા માટે નીતિઓમાં વધુ કડક કાર્યવાહી કરવા પર વિચાર કરી રહ્યું છે. એપે કહ્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારા વીડિયોના રીપોર્ટ કરવાના મિકેનિઝમને વધુ સારું બનાવવામાં આવશે.
ટિક-ટૉકે ઈન્ડિયાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ભારત બહાર એક ચીફ નોડલ ઑફિસરની એપોઈન્ટમેન્ટ પ્રોસેસમાં છે, જે કાયદાકીય એજન્સી સાથે મળીને કામ કરશે. ચાઈનાના એક સ્ટાર્ટઅપ દ્વારા લૉન્ચ ટિક-ટૉક એપ્લિકેશન યૂઝર્સને શોર્ટ વીડિયો શૂટ કરવા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવાનુ ઑપ્શન આપે છે.
કંપનીએ તામિલનાડુ સરકારના નોટનો પ્રત્યુત્તર આપતા કહ્યું, ‘ટિક-ટૉક પર યૂઝર્સને સુરક્ષિત અને સકારાત્મક એપ અનુભવ આપવો અમારી જવાબદારી અને પ્રાથમિકતા છે.’ કંપનીએ કહ્યું કે એપનો અયોગ્ય ઉપયોગ કરનારા લોકોની સામે એક્શન લેવા સિવાય નિયમ પણ કડક કરવામાં આવ્યા છે. કોમ્યુનિટી ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરનારા વીડિયોને રીપોર્ટ કરતા પહેલા જ સરળ કરાયું છે.
ઉલ્લેખનીય છે કે તમિલનાડુ સરકારમાં ઈન્ફોર્મેશન ટેકનૉલોજી મિનિસ્ટર એમ મણિકન્દને મંગળવારે વિધાનસભામાં ટિક-ટૉક એપ પર પ્રતિબંધ લગાવવાની માંગ ઉઠાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ એપ બાળકો અને યુવાનોને બગાડી રહી છે. તેમણે કહ્યું કે પહેલા પણ આ એપની વિરુદ્ધ રાજનેતા અને કાર્યકર્તા અવાજ ઉઠાવતા રહ્યાં છે.