લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પારદર્શિતા લાવવાના પ્રયાસો હેઠળ વોટ્સએપ પોતાના યુઝર્સને એક નવી સુવિધા આપવા જઇ રહ્યું છે જેથી યુઝર્સ ફેક ન્યૂઝ અને અફવાઓમાં ફસાઇ શકે નહીં. વોટ્સએપ હવે એક નવું ફીચર લોન્ચ કર્યું છે જે વોટ્સએપ ગ્રૂપથી સંકળાયેલ છે.
કંપનીએ પ્રાઇવસી સેટિંગમાં એક નવા ફીચરની શરૂઆત કરી છે. જેના મારફતે યુઝર્સ એ નક્કી કરી શકે છે કે કોણ તેમને વોટ્સએપ ગ્રૂપમાં સામેલ કરી શકે છે. આના માટે ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા છે. જો તમે પ્રથમ વિકલ્પ પસંદ કરો છો તો કોઇપણ વ્યક્તિ કોઇ ગ્રૂપમાં તમને સામેલ કરી શકશે નહીં. બીજા વિકલ્પ મુજબ યુઝર્સને તેના કોન્ટેક્ટ લિસ્ટમાં જે લોકો છે તે જ ગ્રૂપમાં સામેલ કરી શકે છે. ત્યાંજ ત્રીજા વિકલ્પમાં જણાવવામાં આવ્યું છે કે, કોઇપણ વ્યક્તિ તમને ગ્રૂપમાં સામેલ કરી શકે છે.
આ સિવાય અન્ય એક ફીચર પણ વોટ્સએપે ઉમેર્યું છે જે મુજબ જો તમને કોઇ યુઝર વોટ્સએપ ગ્રૂપમાં સામેલ કરે છો તો તેની લિન્ક પ્રાઇવેટ ચેટ મારફતે તમને મોકલવામાં આવશે. તમારે ત્રણ દિવસની અંદર ગ્રૂપનું આમંત્રણ સ્વીકારવાનું હોય છે. જો તમે આમંત્રણને સ્વીકારતા નથી તો તેની જાતે જ સમાપ્ત થઇ જશે.