ToTok નામની એક પોપ્યુલર એપ છે, જેને હવે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરમાંથી ડિલીટ કરવામાં આવી છે. જો તમારા સ્માર્ટ ફોનમાં આ એપ છે તો તેને તરત ડિલીટ કરો. એક રિપોર્ટ મુજબ આ એપ UAE માટે જાસૂસી કરી રહી છે. આ એપ UAEમાં વધારે પોપ્યુલર છે.
ઉલ્લેખનિય છે કે ભારતમાં પણ આ એપના યુઝર્સ મોટી સંખ્યામાં છે. આ એક પ્રકારની ચેટિંગ એપ છે. આ એપના 10 લાખથી વધારે યુઝર્સ છે. આ એપ યુઝની દરેક મૂવમેન્ટ, મલ્ટીમીડિયા ફાઈલ્સથી લઈ યુઝરની કન્વર્સેશન ટ્રેક કરે છે. તેવું ઈંવેસ્ટિગેશનમાં સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે આ એપને Breej Holding નામની એક કંપનીએ ડેવલપ કરી છે, જે DarkMatterની નજીક માનવામાં આવે છે.
માહિતી પ્રમાણે નોર્થ અમેરિકા, આફ્રિકા, એશિયા, યુરોપ અને મિડિલ ઈસ્ટમાં આ એપ ઝડપથી વાયરલ થઈ રહી છે. DarkMatter અબૂ ધાબી બેસ્ડ કંપની છે અને અહીં પૂર્વ NSAના કર્મચારી અને અમીરાતના ઈંટેલિજેન્સ અધિકારી કામ કરે છે. અત્યારે DarkMatterની તપાસ અમેરિકાની FBI કરી રહી છે. જો તમે પણ આ એપ યુઝ કરો છો તો એપ ડિલીટ કરી દો અને એપ ડેટાને મેનુઅલી ક્લિયર પણ કરી શકો છો.