ટ્વિટર(Twitter)ના મુખ્ય કાર્યકારી અધિકારી જૈક ડોર્સી (Jack Dorsey)નું એકાઉન્ટ શુક્રવારે મોડી રાત્રે હૅક થઈ ગયું. ત્યારબાદ એકાઉન્ટથી અનેક વાંધાજનક ટ્વિટ કરવામાં આવ્યા. હૅકરે આ ટ્વિટ દ્વારા નૈક પર વંશીય ટિપ્પણી કરી અને તેના હેડક્વાર્ટરમાં બોમ્બ હોવાની અફવા પણ ઉડાવી. એકાઉન્ટ હૅક થવાની જાણ થયા બાદ આ ટ્વિટ ડિલીટ કરી દેવામાં આવ્યા.
કેટલાક ટ્વિટમાં #ચકલિંગસ્કવૉડ લખેલું હતું. માનવામાં આવી રહ્યું છે કે આ હૅકર્સનું એક સમૂહ છે. મળતી જાણકારી મુજબ, હૅકર સમૂહે નાજી જર્મનીના સમર્થનમાં પણ ટ્વિટ કર્યુ. ટ્વિટરના એક પ્રવક્તાએ કહ્યું કે અમે જાણીએ છીએ કે જૈક ડોર્સીનું એકાઉન્ટ હૅક થયું છે અને અમે તેની તપાસ કરી રહ્યા છીએ.
રિપોર્ટ્સ મુજબ, અનેક ટ્વિટ્સ અડધા કલાકથી વધુ સમય સુધી તેમના પ્રોફાઇલ પર જોવા મળ્યા. બાદમાં ટ્વિટરની ટેક ટીમે તેના એકાઉન્ટને રિકવર કરી લીધું. નોંધનીય છે કે, ડોર્સીના લગભગ 42 લાખ ફૉલોઅર્સ છે.
ત્યારબાદ કેટલાક ટ્વિટર યૂઝરે ટ્વિટ કરીને સવાલ કર્યો કે ટૂ-સ્ટેપ વેરિફિકેશન ટ્વિટરના સહ-સંસ્થાપકનું એકાઉન્ટ સુરક્ષિત કેમ ન રાખી શક્યા. તેઓએ ચિંતા વ્યક્ત કરી કે આ સેવા પોતાના પ્રમુખનું એકાઉન્ટ પણ સુરક્ષિત ન રાખી શક્યા. Chuckling Squadએ દુનિયાભરના અનેક જાણીતા લોકોના એકાઉન્ટ હૅક કરવાનો દાવો કર્યો છે. હાલમાં જ આ ગ્રુપે બ્યૂટી બ્લોગર જેમ્સ ચાર્લ્સનું એકાઉન્ટ પણ હૅક કર્યુ હતું.