સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વીટરનું સર્વર ડાઉન થઇ ગયું છે. બુધવારના રોજ સાંજે 6.30 વાગ્યાથી ટવીટરના પેજ ખુલી રહ્યા નથી. કોઈપણ ટ્વીટ ખુલી નથી રહ્યા. ટ્વીટરમાં શું પ્રોબ્લેમ છે આ અંગે ટ્વીટર દ્વારા કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. ટ્વીટરમાં ગરબડ ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર દુનિયામાં છે તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી.
ટ્વીટર ડાઉન થયા બાદ જો કોઈ યુઝર ટ્વીટ કરવાની અથવા તો ટ્વીટ જોવાની કોશિશ કરે છે તો તેમાં ‘Something Went Wrong’ અને Try Again લખેલું આવી રહ્યું છે.