UPI: 8 ફેબ્રુઆરીએ આ મોટી બેંકની UPI સેવા બંધ રહેશે, ગ્રાહકોને થશે અસર, પહેલા મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરો
UPI: જો તમે UPI દ્વારા વ્યવહાર કરો છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. HDFC બેંકે જાહેરાત કરી છે કે 8 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12:00 થી 3:00 વાગ્યા સુધી તેની UPI સેવા ખોરવાઈ જશે.
HDFC બેંકની સેવાઓ રહેશે અસરગ્રસ્ત
HDFC બેંકે વેબસાઈટ દ્વારા માહિતી આપી છે કે 8 ફેબ્રુઆરીના રોજ 3 કલાક માટે તેની UPI સેવા ઉપલબ્ધ રહેશે નહીં. આ સમયગાળા દરમિયાન કરંટ અને સેવિંગ એકાઉન્ટ, રૂપે ક્રેડિટ કાર્ડ, HDFC મોબાઇલ બેંકિંગ એપ અને HDFC સપોર્ટેડ થર્ડ પાર્ટી એપ્સ પર UPI ટ્રાન્ઝેક્શન નહીં કરી શકાય. મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પણ અસરગ્રસ્ત થશે.
આ વિક્ષેપનું કારણ શું છે?
HDFC બેંકે સ્પષ્ટ કર્યું છે કે સિસ્ટમ મેન્ટેનેન્સ માટે આ સર્વિસ બંધ રાખવામાં આવશે. બેંકિંગ અનુભવને વધુ સુગમ બનાવવા માટે ટેક્નિકલ અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે. ગ્રાહકોને અવ્યવસ્થા ટાળવા માટે આ સમય પહેલા જરૂરી પેમેન્ટ અને ATM માંથી કેશ ઉપાડવાની સલાહ આપવામાં આવી છે.
UPI: ભારતની ડિજિટલ પેમેન્ટની સૌથી મોટી સેવા
RBIની એક અહેવાલ અનુસાર, 2019માં કુલ ડિજિટલ પેમેન્ટમાં UPIની 34% ભાગીદારી હતી, જે હવે વધીને 83% થઈ ગઈ છે. બાકી 17% ડિજિટલ પેમેન્ટ NEFT, RTGS, IMPS, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા થાય છે.
જો તમે HDFC બેંકના UPI વપરાશકર્તા હોવ, તો 8 ફેબ્રુઆરીએ રાત્રે 12:00 થી 3:00 દરમિયાન અન્ય ચુકવણી વિકલ્પોનો ઉપયોગ કરો.