Voter Slip Download: ઘર બેઠા Voter Slip ડાઉનલોડની સરળ રીત, જાણો સંપૂર્ણ પ્રોસેસ!
Voter Slip Download: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી 5 ફેબ્રુઆરીએ યોજાવાની છે. જો તમે ભીડથી બચવા અને સમય બચાવવા માંગતા હો, તો તમારી મતદાર કાપલી અગાઉથી મેળવી લો. હવે તમે ઘરે બેઠા તમારી મતદાર સ્લિપ ફક્ત 10 સેકન્ડમાં ડાઉનલોડ કરી શકો છો. આ માટે તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી, ફક્ત તમારા સ્માર્ટફોનમાંથી કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
શું છે Voter Information Slip (VIS)?
ચૂંટણી પંચ (Election Commission) દ્વારા બહાર પાડવામાં આવેલી Voter Information Slip (VIS) માં મતદાતાનું નામ, ઉંમર, જાતિ, વિધાનસભા મતવિસ્તાર, અને મતદાન મથક (Polling Station) ની માહિતી આપવામાં આવે છે. આ મતદાન માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.
SMS દ્વારા Voter Slip કેવી રીતે મેળવવી?
- તમારા મોબાઇલના મેસેજ સેકશનમાં જાઓ.
- ECI<સ્પેસ>તમારો વોટર આઈડી નંબર લખો. (ઉદાહરણ: ECI XYZ1234567)
- તેને 1950 નંબર પર મોકલી દો.
- થોડા સેકન્ડમાં ચૂંટણી પંચ તરફથી તમારે એક ધન્યવાદ મેસેજ મળશે.
- 10 સેકન્ડમાં તમારી Voter Slip SMS દ્વારા મોકલી આપવામાં આવશે.
Voter Helpline એપ દ્વારા Voter Slip કેવી રીતે ડાઉનલોડ કરવી?
- Voter Helpline App ને Google Play Store અથવા Apple App Store માંથી ડાઉનલોડ કરો.
- તમારો મોબાઇલ નંબર દાખલ કરીને રજીસ્ટર કરો અને પાસવર્ડ સેટ કરો.
- જો તમારું પહેલેથી એકાઉન્ટ છે, તો લૉગિન કરો.
- “Search Your Name in Electoral Roll” વિકલ્પ પર ક્લિક કરો.
- EPIC નંબર, બારકોડ/QR કોડ, મોબાઇલ નંબર અથવા નામ દ્વારા શોધવા માટે કોઈપણ એક વિકલ્પ પસંદ કરો.
- જરૂરી માહિતી ભરો અને “સર્ચ” બટન દબાવો.
- તમારા તમામ મતદાન સંબંધિત ડિટેઇલ્સ તમારી સામે આવી જશે.
- ડાઉનલોડ આઇકોન પર ક્લિક કરીને Voter Slip ડાઉનલોડ કરો.
હવે ઘર બેઠા જ માત્ર થોડા સેકન્ડમાં તમારી Voter Slip મેળવો અને મતદાન માટે સંપૂર્ણ રીતે તૈયાર રહો!