WhatsApp બિઝનેસ માટે Meta AI ફીચર ઉમેરવામાં આવ્યું છે. ભારત સહિત અન્ય ઘણા દેશોમાં આ ફીચર પહેલીવાર બહાર પાડવામાં આવ્યું છે. Meta AI ફીચર ઉમેરાયા બાદ હવે બિઝનેસ એકાઉન્ટ યુઝર્સ તેમના ગ્રાહકો સાથે વધુ સારી રીતે વાતચીત કરી શકશે.
WhatsAppમાં ટૂંક સમયમાં ઘણા નવા ફીચર્સ આવી રહ્યા છે, જેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI પણ સામેલ છે. Meta એ થોડા દિવસો પહેલા Meta AI ની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા કંપનીએ તેના તમામ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફીચર ઉમેરવાનું શરૂ કરી દીધું છે. વ્હોટ્સએપે હવે બિઝનેસ યુઝર્સ માટે AI ફીચર્સ ઉમેરવાનું શરૂ કર્યું છે, જેથી બિઝનેસ માલિકો તેમના ગ્રાહકો સાથે સારી રીતે વાતચીત કરી શકે.
આ યુઝર્સને AI ચેટબોટ ફીચર મળશે
સોશિયલ મીડિયા કંપનીએ કહ્યું કે WhatsApp બિઝનેસ માટે AI સંચાલિત ચેટબોટ ઉમેરવામાં આવી રહ્યું છે. આ ફીચર મેટા વેરિફાઈડ યુઝર્સ માટે પહેલા રોલઆઉટ કરવામાં આવશે. કંપનીએ એ પણ કન્ફર્મ કર્યું છે કે આ ફીચર ભારતીય યુઝર્સ માટે પહેલા રોલઆઉટ કરવામાં આવશે. આ સિવાય કંપની બિઝનેસ એકાઉન્ટ્સ માટે કોલ ફંક્શનનું પણ પરીક્ષણ કરી રહી છે.
Meta AI કંપનીના ઇન-હાઉસ Llama-3 AI મોડલ પર કામ કરશે. મેટાની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ WhatsApp, Instagram તેમજ WhatsApp Messenger માટે ઘણા બજારોમાં બહાર પાડવામાં આવી છે. મેટા એઆઈ ચેટબોટમાં લાર્જ લેંગ્વેજ મોડલ પર આધારિત સામાન્ય ટેક્સ્ટ-આધારિત ક્ષમતા હશે. આ સિવાય યુઝર્સને ઈમેજ જનરેશન ફીચર પણ મળી રહ્યું છે. કંપની હવે આ ચેટબોટને વોટ્સએપ બિઝનેસ યુઝર્સ માટે પણ રજૂ કરી રહી છે.
કંપનીએ તેની પોસ્ટમાં કહ્યું કે Meta AIને એવી રીતે તાલીમ આપવામાં આવી છે કે તે પ્લેટફોર્મ પર મળતા તમામ પ્રશ્નોના જવાબ આપી શકે. આ ફીચરના કારણે બિઝનેસ યુઝર્સને ગ્રાહકોના પ્રશ્નોના જવાબ આપવામાં સરળતા રહેશે. આ સુવિધા ગ્રાહકોને માત્ર પૂર્વ-લિખિત પ્રતિસાદ જ આપશે નહીં, પરંતુ તેમની જરૂરિયાતો અનુસાર ઉત્પાદનો અને સેવાઓ પણ પ્રદાન કરશે.
મેટા વેરિફાઈડ રોલઆઉટ
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બાદ હવે વ્હોટ્સએપ બિઝનેસ યુઝર્સને પણ મેટા વેરિફાઈડ બેજ મળવા લાગ્યા છે. આ બેજ મળ્યા બાદ યુઝર્સને બિઝનેસ એકાઉન્ટમાં ગ્રીન ટિક દેખાશે. આ બેજ એ વાતનો પુરાવો હશે કે જે બિઝનેસ ચેનલ અથવા એકાઉન્ટ દ્વારા યુઝર્સ વાતચીત કરી રહ્યા છે તે સાચું અને વેરિફાઈડ છે. આ ફીચરને ભારતમાં તેમજ બ્રાઝિલ, ઈન્ડોનેશિયા અને કોલંબિયામાં રોલઆઉટ કરવામાં આવ્યું છે.