WhatsApp Features: WhatsAppનું અદ્ભુત ફીચર, કરોડો યુઝર્સની મોટી મુશ્કેલી થઈ દૂર!
WhatsApp Features: WhatsApp યુઝર્સના અનુભવને વધુ સારું બનાવવા માટે કંપની વારંવાર નવા ફીચર્સ ઉમેરે છે. જોકે, ઘણા લોકોને આ બધા ફીચર્સની સંપૂર્ણ જાણકારી નથી. આજે અમે WhatsApp ના એક એવા ખાસ ફીચરની વાત કરીશું, જેનાથી કરોડો યુઝર્સની મેસેજ સંબંધિત સમસ્યા દૂર થઈ ગઈ છે.
શું છે WhatsApp Draft Feature?
આ ફીચર આવવાથી પહેલા, જો તમે મેસેજ લખી રહ્યા હોવ અને અચાનક ફોનકૉલ આવી જાય અથવા તમે બીજું એપ્લિકેશન ઓપન કરો, તો લખાયેલું મેસેજ ઓટોમેટિકલી ડિલીટ થઈ જતું. હવે, આ સમસ્યાનો ઉકેલ આવી ગયો છે.
હવે, જો તમે મેસેજ લખી રહ્યા છો અને કોઈ કારણસર એપ બંધ કરવી પડે અથવા બીજું એપ્લિકેશન ઓપન કરો, તો તમારું અધૂરું મેસેજ ડ્રાફ્ટ રૂપે સેવ થઈ જશે. ત્યારબાદ જ્યારે તમે ફરીથી WhatsApp ઓપન કરશો, ત્યારે તમારું અધૂરું મેસેજ એટ્લેથી ચાલુ કરી શકશો, જ્યાંથી તમે તેને છોડી દીધું હતું.
WhatsApp Draft Feature ના ફાયદા
WhatsApp એ આ ફીચર ખાસ એટલા માટે લાવ્યું છે જેથી યુઝર્સ પોતાના અધૂરા મેસેજને ભૂલી ના જાય. “Draft” લેબલ તરીકે ચેટમાં આ મેસેજ દેખાશે, જેથી તમે તેને સરળતાથી ઓળખી શકશો અને ચાલુ રાખી શકશો.
આ ઉપયોગી ફીચર Android અને iPhone બંને યુઝર્સ માટે ઉપલબ્ધ છે. જો તમે પણ વારંવાર અધૂરા મેસેજ ભૂલી જતા હોવ, તો આ ફીચર તમારા માટે ઘણું જ ફાયદાકારક સાબિત થઈ શકે છે!