દુનિયાની સૌથી મોટી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp એક મોટો બદલાવ કરવા જઈ રહી છે. કંપની 31 ડિસેમ્બર 2019 બાદ દનિયાભરના ઘણા સ્માર્ટફોન પર પોતાની સેવાઓ બંધ કરવા જઈ રહી છે. WhatsAppએ વર્ષ 2016માં કેલાક બ્લેકબેરી અને નોકિયા ફોન માટે પહેલાજ સેવા સમાપ્ત કરી દીધી હતી. એક વર્ષ બાદ 2017મા મેસેજિંગ પ્લેટફોર્મના ઓપરેટિંગ સિસ્ટમના જૂના સંસ્કરણ પર ચલાવવા માટે પસંદ કરેલા એન્ડ્રોઈડ ફોન માટે સેવા બંધ કરી દીધી હતી. વર્ષ 2019 પૂર્ણ થવા જઈ રહ્યું છે સાથે WhatsApp વિંડોજ ઓએસ પર ચલાવતા બધા ફોન અને જુના ઓએસ સંસ્કરણો પર ચલાવતા કેટલાક આઈફોન અને એન્ડ્રોઈડ ફોન માટે સેવા બંધ કરી રહી છે.
WhatsApp દ્વારા કરવામાં આવેલી એક પોસ્ટ સત્તાવાર બ્લોગ અનુસાર મેલેજિંગ પ્લેટફોર્મ 31 ડિસેમ્બર 2019 બાદ બધા વિંડોજ ફોન ઓપરેટિંગ સિસ્ટમ માટે કામ કરવાનું બંધ કરી દેશે. એટલે કે, જે લોકો હજુ પણ નોકિયા લુમિયા ફોન અને વિંડોઝ ઓએસ પર ચલાવતા અન્ય ઉપકરણોનો ઉપયોગ કરી શકશે નહીં. લ્બોગમાં એ પણ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો કે, WhatsApp 2.3.7 પર ચાલતા બધા એન્ડ્રોઈડ ફોન અને iOS 7 પર ચલાવતા જૂના સંસ્કરણો અને iPhones અને 1 ફેબ્રુઆરી 2020 બાદથી જૂના સંસ્કરણો પર કામ કરવાનું બંધ કરી દેશે.
આવા યૂજર્સને પોતાનું WhatsApp એકાઉન્ટ નવા ઓપરેટિંગ સિસ્ટમ પર શિપ્ટ કરવું પડશે. તેના માટે તે ફોનના ઓએસ બદલો તથા નવા સ્માર્ટફોન ખરીદો પડશે. સોથી પહેલા વિંડોજ સ્માર્ટફોન પર WhatsApp સર્પોટ બંધ કરવામાં આવશે. આ મહિને માઈક્રોસોફ્ટ પણ વિન્ડોજ 10 મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ માટે સપોર્ટ બંધ કરી રહી છે.