ઇન્ટરનેટ વગર Whatsapp નો ઉપયોગ કરવો થોડું સાંભળવામાં અટપટુ લાગી શકે છે, પરંતુ રિપોર્ટ અનુસાર Whatsapp એક એવી ફાટર પર કામ કરી રહ્યું છે જે હેઠળ WhatsApp Web યૂઝ કરવા માટે સ્માર્ટફોનને ઇન્ટરનેટથી કનેક્ટેડ થવાની જરૂર પડશે નહીં, સ્વાભાવિક છે એના માટે તમારું કોમ્પ્યૂટર ઇન્ટરનેટથી કનેક્ટેડ હોવું જોઇએ.
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ Whatsapp એક એવા ફીચરની ટેસ્ટિંગ કરવા જઇ રહ્યું છે જે યૂઝર્સ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનું છે. કેટલાક લોકો WhatsApp Web નો ઉપયોગ કરે છે. જો આ ફીચર ટેસ્ટિંગ બાદ હકીકત બને છે તો સૌથી વધારે ફાયદો એ યૂઝર્સને થશે જે WhatsApp કોમ્પ્યૂટરમાં યૂઝ કરે છે.
હાલ તમારે WhatsApp Web નો ઉપયોગ કરવા માટે ફોનમાં WhatsApp એક્ટિવ રાખવું પડે છે અને મોબાઇલમાં ઇન્ટરનેટની પણ જરૂર પડે છે. પરંતુ આ ફીચર બાદ મોબાઇલમાં ઇન્ટરનેટ વગર પણ તમે WhatsApp Web નો ઉપયોગ કરી શકો છો. જો મોબાઇલ બંધ છે તેમ છતાં પણ તમે WhatsApp કોમ્પ્યૂટરમાં યૂઝ કરી શકો છો.
આવનારા સમયમાં WhatsApp માં એવું ફીચર આવી શકે છે જે હેઠળ એક સાથે એકથી વધારે ડિવાઇસમાં WhatsApp નો ઉપયોગ કરી શકાય છે. હાલ એવું કોઇ ફીચર નથી અને WhatsApp માત્ર એક જ સ્માર્ટફોન પર યૂઝ કરી શકાય છે.
WhatsAp પર નજર રાખતી વેબસાઇટ WABetainfo નું એવું કહેવું છે WhatsApp મલ્ટી પ્લેટફોર્મ ફીચર લાવવાનું છે. WhatsApp એક UWP નામના ફીચર પર કામ કરી કરી રહ્યું છે. Universal Windows Platform (UWP) હેઠશ મલ્ટી પ્લેટફૉર્મનું ફીચર આપવામાં આવી શકે છે.
WhatsApp ના આ ફીચરના ટેસ્ટિંગ માટે અમે તમને પહેલા પણ જણાવ્યું હતું, પરંતુ હવે કંપની તરફથી કોઇ સત્તાવાર જાણકારી મળી નથી.