FACEBOOKએ પોતાના આ એપમાં અનેક પ્રકારના ઈંન્ટરેસ્ટિંગ અપડેટ્સ આપ્યા છે. આ અપડેટ હંમેશા યૂઝર્સ માટે ફાયદાકારક હોય છે. Touch IDથી લઈને ટૂ-સ્ટેપ વેરિફિકેશન સેટિંગ્સ જેવા ફિચર્સ યૂઝર્સ માટે લાભદાયી ફળે છે. અમે તમને વોટ્સએપમાં અમુક એવા ફિચર્સની જાણકારી આપીશું, જેના કારણે તમારુ એપ થશે વધુ સેફ.
Touch ID અને Face ID
જો તમે કોઈ પર્સનલ ચેટ્સને પ્રોટેક્ટ કરવા માગો છો, તો આ ફિચર ખૂબ કામનું છે. તમારી મંજૂરી વગર કોઈ અન્ય વ્યક્તિ તમારૂ ચેટ જોઈ ન શકે, તેના માટે આ સુવિધા આપવામાં આવી છે. એન્ડ્રોઈડ યૂઝર્સ માટે ફિંગરપ્રિંટ આઈડી, ios યૂઝર્સ માટે touch id અને face id વાળા મેસેજને પ્રોટેક્ટ કરે છે.
વોટ્સએપ પર ટૂ-સ્ટેપ વિરેફિકેશન
ટૂ-સ્ટેપ વેરિફિકેશન ફીચરને એક્ટિવ કરવા તમે તમારા ડેટાને વધારે સેફ બનાવી શકો છો. કોઈ અન્ય ડિવાઈસમાં અકાઉન્ટ લોગીન કરવા પર તમારે 6 ડિઝીટ્સનો પાસવર્ડ આપવો પડે છે. જો કોઈ તમારુ અકાઉન્ટ ખોલવાનો પ્રયત્ન કરે છે, તો તેને પાસવર્ડ નાખવો પડશે.
કેવી રીતે એક્ટિવ કરશો ફિચર્સ
ટૂ-સ્ટેપ વેરિફિકેશન ફીચર એક્ટિવ કરવા માટે એપની સેટીંગમાં જઈ અકાઉન્ટ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ ટૂ- સ્ટેપ વેરિફિકેશન પર ક્લિક કરો. જ્યાં તે એક્ટિવ થઈ જશે. જેમાં તમારે પાસકો઼ડ અને ઈમેલ આઈડી નાખવાનું રહેશે.
પ્રોફાઈલ પ્રાઈવસી
વોટ્સએપ યૂઝર્સને આ પસંદ કરવાનું રાઈટ પણ મળે છે કે, તેની ડિસ્પ્લે પિક્ચર, સ્ટેટસ અને સ્ટેટસ સ્ટોરી કોણ જોવે છે અથવા કોણ નહીં. વોટ્સએપ યૂઝર્સ ફક્ત તે લોકોને જ પરમિશન આપે છે, જે તે પોતાની પ્રોફાઈલ પિક્ચર બતાવવા માગે છે. જ્યાં યૂઝર્સ માટે 3 ઓપશન આપ્યા છે. દરેકને, પોતાના સંપર્ક, અને કોઈ જ નહીં. જેમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી, પ્રોફાઈલ પ્રાઈવસી બનાવી શકો છો.
Blue Ticks
વોટ્સએપ પર બ્લૂ ટિક ફિચર્સ યૂઝર્સને એ જાણવામાં મદદ કરે છે કે, તેણે જેને મેસેજ મોકલ્યો છે, તેને રિસિઝ કર્યો છે કે, નહીં. પણ અમુક લોકો છે, જે મેસેજ મોકલતા લોકોને એ બતાવવા નથી માગતા કે, ક્યારે મેસેજ જોયો. આ માટે બ્લૂ ટિકનો ઉપયોગ કરી આ બાબતને છૂપાવી શકો છો.