WhatsApp New Feature: હવે AIની મદદથી ગ્રુપ Icon બનાવવાનું થશે વધુ સરળ!
WhatsApp New Feature: Meta ટૂંક સમયમાં WhatsApp માટે એક નવું શાનદાર અપડેટ લાવી રહ્યું છે, જેમાં યુઝર્સને ગ્રુપ આઇકન બનાવવા માટે AI સપોર્ટ મળશે. આ ફીચર ખાસ કરીને તેવા યુઝર્સ માટે લાભદાયી સાબિત થશે, જેમણે તેમના ગ્રુપ માટે માટે કોઈ યોગ્ય ફોટો નથી. ચાલો, આ નવા અપડેટ વિશે વિગતવાર જાણીએ.
Meta AI બનાવશે ગ્રુપ Icon
WhatsApp નું આ નવું ફીચર ખાસ કરીને તેવા યુઝર્સ માટે ઉપયોગી સાબિત થશે, જે ગ્રુપ માટે પ્રોફાઇલ ફોટો શોધવા અથવા લેવાની ઝંઝટથી બચવા માંગે છે. યુઝર્સ માત્ર કેટલીક વિગતો એન્ટર કરશે અને Meta AI આપમેળે એક ગ્રુપ આઇકન જનરેટ કરી દેશે.
આ ફીચર હાલમાં ટેસ્ટિંગ તબક્કામાં છે, અને કેટલીક માહિતીઓ અનુસાર, Google Play Store પર WhatsApp નું લેટેસ્ટ સ્ટેબલ વર્ઝન ઇન્સ્ટોલ કરનારા કેટલાક યુઝર્સ માટે તે ઉપલબ્ધ થયો છે. જોકે, WhatsApp એ આ ફીચરની સત્તાવાર જાહેરાત કરી છે, પરંતુ હજી સુધી તે તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરાયો નથી.
WhatsApp પેમેન્ટમાં આવી રહ્યું છે UPI Lite ફીચર
WhatsApp પોતાનું પેમેન્ટ સિસ્ટમ વધુ સારું બનાવવા માટે UPI Lite નામનું એક નવું ફીચર લાવવા જઈ રહ્યું છે. Android Authorityના રિપોર્ટ અનુસાર, આ ફીચર નાના અને વારંવાર થતા વ્યવહારોને વધુ ઝડપી અને સુખદ બનાવશે.
આ અપડેટ WhatsApp ને Google Pay, PhonePe અને Paytm જેવા પેમેન્ટ એપ્લિકેશન્સ સાથે સ્પર્ધા કરવામાં મદદ કરશે.
હજુ પણ ટેસ્ટિંગ તબક્કામાં છે આ ફીચર
WhatsApp v2.25.5.17 બીટા વર્ઝન ના તાજેતરના ટેસ્ટિંગમાં UPI Lite જોડાયેલી કોડની સ્ટ્રિંગ મળી આવી છે. તેનો અર્થ એ છે કે WhatsApp આ ફીચર પર કામ કરી રહ્યું છે, પરંતુ તે હજી પણ ટેસ્ટિંગ તબક્કામાં છે.
હાલમાં, આ ફીચર માત્ર બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ છે અને તે ક્યારે તમામ યુઝર્સ માટે રોલઆઉટ થશે તે સ્પષ્ટ નથી.