WhatsApp હાલનાં દિવસોમાં જ્યાં યુઝર્સ માટે ઈંટરફેસને સરળ અને સુરક્ષિત બનાવવા માટે મહેનત કરી રહ્યુ છે. એવામાં તેણે એક નિર્ણય લીધો છે જે તમને ઝટકો આપી શકે છે. વાસ્તવમાં WhatsAppએ એક સાથે પાંચ લોકોને એક જ મેસેજ ફોરવર્ડ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છેકે, વ્હોટ્સએપએ આ પગલું નકલી, સનસનીખેજ અને અન્ય આપત્તિજનક સંદેશાઓ તેમજ વીડિયોને જલ્દીથી ફેલાતા રોકવા માટે ભર્યા છે.

તેના માટે વ્હોટ્સએપ નવુ ફીચર લઈને આવ્યુ છે. એમાં એવો મેસેજ જે બહુ વધારે વાર ફોરવર્ડ થઈ રહ્યો છે. તેને ફક્ત એક જ વ્યક્તિને ફોરવર્ડ કરી શકશો. જાણકારી મુજબ, હાલમાં અમુક જ યુઝર્સ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ આગામી દિવસમાં આ દરેક યુઝર્સ માટે લાગૂ થઈ જશે.

તેને લઈને કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી. WhatsAppના આ નવા ફીચરથી યુઝર્સ જાણી શકશે કે તેમને મળેલો મેસેજ પહેલાં પણ ઘણીબધીવાર ફોરવર્ડ કરવામાં આવી ચૂક્યો છે. જોકે, હજી પણ વોટ્સએપમાં ફોરવર્ડેડ મેસેજની ઉપર એરો આઈકનની સાથે ફોરવર્ડ લખેલું હોય છે. જણાવી દઈએકે, WhatsAppએ દેશમાં અફવાઓ અને નકલી ખબરો ઉપર લગામ લગાવવા માટે ગયા વર્ષે જ મેસેજ ફોરવર્ડ કરવાની સીમાને ઘટાડીને પાંચ કરી દીધી હતી