Whatsapp Trick: નાનામાં નાનાં રિચાર્જ સાથે પરફેક્ટ ડેટા સેટિંગ, જાણો આ સરળ સ્ટેપ્સ
Whatsapp Trick: વોટ્સએપનો ઉપયોગ માત્ર ચેટિંગ અને કોલિંગ માટે જ નહીં, પરંતુ ફોટો અને વિડિયો મોકલવા માટે પણ થાય છે. એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને કારણે આ એક વિશ્વસનીય પ્લેટફોર્મ બની ગયું છે. પરંતુ જો તમે વોટ્સએપ પર વધુ ડેટા ખર્ચ થાય તેથી પરેશાન છો, તો અમે તમને એક સરળ રીત બતાવશું જેના દ્વારા તમે તમારા મોબાઈલ ડેટાને બચાવી શકો છો.
વોટ્સએપ પર ડેટા બચાવવા માટે આ સ્ટેપ્સને અનુસરો
1. સૌપ્રથમ વોટ્સએપ ખોલો.
2. પછી જમણી બાજુએ દેખાતા ત્રણ ડોટ્સ પર ક્લિક કરીને ‘સેટિંગ્સ’ના વિકલ્પ પર જાઓ.
3. હવે ‘સ્ટોરેજ અને ડેટા’ના વિકલ્પ પર ક્લિક કરો.
4. અહીં ‘નેટવર્ક ઉપયોગ’ હેઠળ “Use Less data for Calls”નો વિકલ્પ મળશે.
5. જો આ વિકલ્પ ડિસેબલ છે, તો તેને ઓન કરો. આથી તમારી વોટ્સએપ કોલ્સ દરમિયાનડેટાનો વપરાશ ઓછો થશે.
પિક્ચર ક્વાલિટી સેટ કરો
1. “Use Less data for Calls”ના નીચે ‘મીડિયા અપલોડ ક્વાલિટી’નો વિકલ્પ મળશે. આ પર ટૅપ કરો.
2. અહીં બે વિકલ્પો મળી રહ્યાં છે: સ્ટાન્ડર્ડ ક્વાલિટી અને HD ક્વાલિટી.
3. જો તમે ડેટા સેવ કરવા માંગતા હો, તો સ્ટાન્ડર્ડ ક્વોલિટી પસંદ કરો.
4. HD ક્વાલિટી પસંદ કરતાં વધુ ડેટા ખર્ચ થશે.
આ રીતે, આ સેટિંગ્સને બદલીને તમે વોટ્સએપનો ઉપયોગ કરતાં તમારા મોબાઈલ ડેટાને નોંધપાત્ર રીતે બચાવી શકો છો.