Whatsapp Tricks: વોટ્સએપ પર સ્પેમ મેસેજથી મુક્તિ મેળવવા માટે અપનાવો આ ટિપ્સ
Whatsapp Tricks: વોટ્સએપ પર સ્પેમ અથવા પ્રમોશનલ મેસેજોથી પરેશાન છો? હવે તમને પરેશાન થવાની જરૂર નથી, કારણકે તમે કેટલાક સરળ પગલાઓથી આ મેસેજોને બ્લોક કરી શકો છો અને છૂટકારો મેળવી શકો છો. ચાલો જાણીએ કે કેવી રીતે:
બ્લોક કરો
1. સૌ પ્રથમ તમારા WhatsApp એપ પર જાઓ અને તે બિઝનેસ નંબરને બ્લોક કરો જેમાંથી તમને અનિચ્છનીય સંદેશાઓ મળી રહ્યા છે. એકવાર બ્લોક થઈ ગયા પછી, ભવિષ્યમાં તે નંબર પરથી કોઈ સંદેશ આવશે નહીં.
રિપોર્ટ કરો
2. જો તમને કોઈ બિઝનેસ નંબરથી સ્પેમ મેસેજ મળતા હોય, તો તમે તેને રિપોર્ટ પણ કરી શકો છો. આ માટે તે બિઝનેસ પ્રોફાઇલ પર જાઓ અને “રિપોર્ટ” પર ક્લિક કરો.
“સ્ટોપ” વિકલ્પનો ઉપયોગ કરો
3. કેટલીક બિઝનેસ કંપનીઓ પ્રોમોશનલ મેસેજ સ્વીકારવા કે ન સ્વીકારવા માટે વિકલ્પ આપે છે. જો તમે મેસેજ રિસીવ કરવા માંગતા નથી, તો “સ્ટોપ” વિકલ્પ પર ક્લિક કરી શકો છો.
“ઑપ્ટ આઉટ” વિકલ્પ
4. ઘણા બિઝનેસ કંપનીઓ “ઑપ્ટ આઉટ” વિકલ્પ આપે છે, જેના દ્વારા તમે માર્કેટિંગ મેસેજોથી બહાર નીકળી શકો છો. જો તમને કોઈ વિશિષ્ટ બિઝનેસ નંબરથી મેસેજ નહીં જોઈએ, તો આ વિકલ્પનો ઉપયોગ કરો.
આ સરળ પદ્ધતિઓનો ઉપયોગ કરીને, તમે WhatsApp પર સ્પામ અને અનિચ્છનીય સંદેશાઓથી છુટકારો મેળવી શકો છો.