WhatsApp દ્વારા Aadhaar Card કેવી રીતે ડાઉનલોડ કરવો? જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
WhatsApp: જો તમે WhatsApp વપરાશકર્તા હોવ, તો આ ફીચર તમારું કામ સરળ બનાવી શકે છે. હવે તમે કોઈપણ સમયે તમારું Aadhaar Card WhatsApp દ્વારા ડાઉનલોડ કરી શકો છો. બસ નીચે આપેલા સરળ સ્ટેપ્સ અનુસરો.
WhatsApp દ્વારા Aadhaar Card કેવી રીતે ડાઉનલોડ કરવો?
- MyGov HelpDeskનો નંબર સેવ કરો – તમારા ફોનમાં +91-9013151515 નંબર સેવ કરો અને WhatsApp રિફ્રેશ કરો.
- ચેટ શરૂ કરો – MyGov HelpDesk પર “Namaste” અથવા “Hi” મેસેજ મોકલો.
- DigiLocker સર્વિસ પસંદ કરો – ચેટબોક્સમાં DigiLocker અને Cowin વિકલ્પો દર્શાવશે, તેમાંથી DigiLocker સિલેક્ટ કરો.
- DigiLocker એકાઉન્ટ ચકાસણી કરો – જો તમારું DigiLocker એકાઉન્ટ હોય, તો “YES” લખીને મોકલો. જો એકાઉન્ટ ન હોય, તો પહેલા DigiLocker એપ અથવા ઓફિશિયલ વેબસાઇટ પર એકાઉન્ટ બનાવો.
- આધાર નંબર દાખલ કરો – તમારો 12 અંકોનો Aadhaar નંબર એન્ટર કરો અને OTP વેરિફાઈ કરો.
- ડોક્યુમેન્ટ પસંદ કરો – તમારાં DigiLocker સાથે લિંક થયેલાં તમામ ડોક્યુમેન્ટ્સ લિસ્ટમાં જોવા મળશે. Aadhaar Card મેળવવા માટે “1” લખીને મોકલો.
- PDF ડાઉનલોડ કરો – Aadhaar Card PDF ફોર્મેટમાં ડાઉનલોડ થશે અને તમારે WhatsApp પર મોકલાશે.
મહત્વપૂર્ણ મુદ્દા
- એક વખતમાં માત્ર એક જ ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકશો.
- ફક્ત DigiLocker લિંક થયેલા ડોક્યુમેન્ટ્સ જ WhatsApp મારફત મેળવવા શક્ય છે. ડાઉનલોડ કરેલા Aadhaar Cardને PDF ફાઈલ તરીકે સાચવી શકો છો.
હવે WhatsApp દ્વારા Aadhaar Card મેળવવો અત્યંત સરળ અને ઝડપી બની ગયું છે!