આજકાલ દરેક આદમી જે રીતે ઈન્ટરનેટથી જોડાતો જાય છે તેટલો જ તેના સાઈબર ક્રાઈમના પ્રભાવમાં આવવાના ચાન્સ વધી જાય છે. થોડા દિવસો પહેલા સાઈબર સિક્યોરિટી ફર્મ બરાક્યૂડા નેટવર્ક્સે 3.6 લાખ ઈમેલ પર રિસર્ચ કર્યુ અને માહિતી મળી કે 12 એવી ફેક ઈ-મેઈલ સબ્જેક્ટ લાઈન છે જેનાથી મોટા ભાગના લોકોને સતત Email આવે છે. હેરાન થવા વાળી વાત એ છે કે ઈમેલ પર સૌથી નબળા માધ્યમોમાંથી એક છે જેના દ્વારા લોકો હંમેશા ખતરનાક લિંક અથવા માલવેરના શિકાર થાય છે.

હંમેશા એ થાય છે કે જ્યારે પણ આપણને કોઈ ઈમેલ આવે છે તો સબજેક્ટ જોયા વગર ખોલી લઈએ છીએ પરંતુ વગર સબજેક્ટ વાંચ્યા વગર કે સેન્ડર વિશે વધુ માહિતી મેળવ્યા વગર ખોલવાની લાપરવાહીથી હેકર્સ તમારૂ એકાઉન્ટ હેક કરવામાં સફળ થઈ જાય છે. તો ચાલો તમને જણાવીએ કે તે કઈ લાઈનો છે જે મોટાભાગે હેકર્સ ઉપયોગ કરે છે.
1-Request
2-Follow Up
3-Urgent/Important
4-Are you available?/Are you at your desk
5-Payment Status
6-Hello
7-Purchase
8-Invoice Due
9-Re:
10-Direct Deposit
11-Expenses
12-Payroll
બેંક ખાતું હોય કે કોઈ વ્યક્તિગત માહિતી, આપણી મોટાભાગની વસ્તુઓ ઇ-મેઇલ પર હોય છે. જો તમને કોઈ ઇ-મેઇલ મળે છે જેનો સબજેક્ટ આ 12 માંથી એક છે તો સાવચેત રહો, કારણ કે તે ઇમેઇલ તમારો ડેટા હેક કરી શકે છે. એકાઉન્ટ હેકને કારણે તમારી ઘણી વ્યક્તિગત બાબતો જોખમમાં આવી શકે છે.