YouTube Premium: રિલાયન્સ જિયો તરફથી શાનદાર ઓફર, 2 વર્ષ માટે મફતમાં YouTube પ્રીમિયમ!
YouTube Premium: રિલાયન્સ જિયોએ તેના વપરાશકર્તાઓ માટે એક શાનદાર ઓફરની જાહેરાત કરી છે. હવે JioFiber અને AirFiber પોસ્ટપેઇડ પ્લાન લેતા ગ્રાહકોને 2 વર્ષનું YouTube Premium મફતમાં મળશે. આ સેવા હેઠળ, વપરાશકર્તાઓ કોઈપણ જાહેરાત વિના YouTube સામગ્રીનો આનંદ માણી શકશે.
કયા પ્લાન પર મળશે YouTube Premiumનો લાભ?
– જિઓફાઈબર અને એરફાઈબરના ₹888, ₹1,199, ₹1,499, ₹2,499 અને ₹3,499ના પ્લાન સાથે YouTube Premium ફ્રી આપવામાં આવશે.
– આ સબ્સ્ક્રિપશનમાં એડ-ફ્રી વિડિયો, બેકગ્રાઉન્ડ પ્લે, અને અનલિમિટેડ ડાઉનલોડ્સ જેવી સુવિધાઓ સામેલ છે.
– નોંધનીય છે કે ભારતમાં YouTube Premiumનું માસિક સબ્સ્ક્રિપશન સ્ટુડન્ટ્સ માટે ₹89 અને વ્યક્તિગત યુઝર્સ માટે ₹149 છે.
BSNL ઑફર્સ
સરકારી ટેલિકોમ કંપની BSNL પણ તેના બ્રોડબેન્ડ પ્લાન સાથે શાનદાર ઑફર્સ આપી રહી છે.
– Superstar Premium Plus પ્લાન હેઠળ દર મહિને 150 Mbps સ્પીડ અને 2,000GB ડેટા મળે છે.
– સાથે સાથે ગ્રાહકોને ડિઝ્ની+ હોટસ્ટાર, શેમારૂ, હંગામા, Zee5, અને Sony LIV જેવા OTT પ્લેટફોર્મ્સના ફ્રી સબ્સ્ક્રિપશન પણ મળે છે.
એરટેલ પ્લાન
– એરટેલના ₹999 પ્રતિ માસ પ્લાનમાં 200 Mbps સ્પીડ સાથે ઇન્ટરનેટ અને 20+ OTT પ્લેટફોર્મ (જેમ કે Disney+ Hotstar અને Prime Video) નું મફત સબ્સ્ક્રિપ્શન શામેલ છે.
લાભ કેવી રીતે મેળવવો?
આ ઑફર્સનો લાભ લેવા માટે વપરાશકર્તાઓએ Jio, BSNL અથવા Airtel ના સંબંધિત પ્લાનમાં સબ્સ્ક્રાઇબ કરવું પડશે. આ ઓફર સાથે YouTube પ્રીમિયમ અને અન્ય સેવાઓનો આનંદ માણી શકાય છે.