જેફરી એપસ્ટીન કેસનું કનેક્શન: બ્રિટિશ રાજવી પરિવારની બદનામી, પ્રિન્સ એન્ડ્રુ સામે કડક કાર્યવાહી

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
2 Min Read

એપસ્ટીન ફાઇલ્સની અસર: બ્રિટનના પ્રિન્સ એન્ડ્રુને અડધી રાત્રે વિન્ડસર હાઉસમાંથી બહાર કરાયા

એપસ્ટીન ફાઇલ્સમાં નામ આવ્યા બાદ બ્રિટિશ રાજવી પરિવારના સભ્ય પ્રિન્સ એન્ડ્રુ પરની કાર્યવાહી તેજ બની છે. કિંગ ચાર્લ્સના નિર્દેશ પર પ્રિન્સ એન્ડ્રુને વિન્ડસર હાઉસમાંથી નીકાળીને સેન્ડ્રિંગહામ મોકલી દેવામાં આવ્યા છે. રાજવી પરિવારની પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

બ્રિટનના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એપસ્ટીન ફાઇલ્સની નવી શ્રેણીમાં પ્રિન્સ એન્ડ્રુની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ એક મહિલા સાથે જમીન પર બેઠેલા જોવા મળ્યા હતા. આ તસવીર વાયરલ થયા બાદ કિંગ ચાર્લ્સે પ્રિન્સ એન્ડ્રુને સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવા જણાવ્યું હતું.

- Advertisement -

US2.jpg

પ્રિન્સ એન્ડ્રુનું શાહી જીવન અને પૃષ્ઠભૂમિ

પ્રિન્સ એન્ડ્રુનો જન્મ 1960માં મહારાણી એલિઝાબેથ દ્વિતીય અને પ્રિન્સ ફિલિપ માઉન્ટબેટનના ઘરે થયો હતો. તેઓ કિંગ ચાર્લ્સના નાના ભાઈ છે અને બ્રિટિશ રાજવી પરિવારના મહત્વના સભ્ય ગણાય છે.

- Advertisement -
  • તેમણે પ્રારંભિક શિક્ષણ ગોર્ડનટાઉન યુનિવર્સિટીમાંથી મેળવ્યું હતું અને ત્યારબાદ કેનેડામાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રમાં ડિગ્રી પ્રાપ્ત કરી હતી.
  • વર્ષ 1978માં પ્રિન્સ એન્ડ્રુ બ્રિટિશ નેવીમાં જોડાયા હતા અને 1982ના ફોકલેન્ડ યુદ્ધમાં ભાગ લીધો હતો. આ યુદ્ધમાં તેમની બહાદુરીએ તેમને બ્રિટનમાં લોકપ્રિય બનાવ્યા હતા.

વિવાદ અને યૌન શોષણના આરોપ

2014માં પ્રિન્સ એન્ડ્રુ પર પહેલીવાર યૌન શોષણના આરોપો લાગ્યા હતા. વર્જિનિયા ગ્યુફ્રે નામની મહિલાએ અદાલતમાં પ્રિન્સ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તે સમયે રાજવી પરિવારે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવાની ખાતરી આપી હતી.

US.jpg

2025માં જ્યારે એપસ્ટીન ફાઇલ્સ જાહેર થઈ, ત્યારથી રાજવી પરિવારે પ્રિન્સ એન્ડ્રુ પર નિયંત્રણો કડક બનાવ્યા હતા. પહેલા તેમને શાહી હોદ્દાઓ અને ચેરિટી સંસ્થાઓમાંથી હટાવવામાં આવ્યા હતા, અને હવે તેમને વિન્ડસર હાઉસમાંથી બહાર કાઢી સેન્ડ્રિંગહામમાં કાયમી રહેઠાણ માટે મોકલી દેવાયા છે.

- Advertisement -

આગળની સ્થિતિ

રાજવી પરિવારના નિષ્ણાતોનું માનવું છે કે હવે પ્રિન્સ એન્ડ્રુની જાહેર પ્રવૃત્તિઓ પર સખત દેખરેખ રહેશે અને તેમને શાહી સમારોહ કે સરકારી કાર્યક્રમોમાં મર્યાદિત રીતે જ ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. આ પગલાને બ્રિટનમાં રાજવી પરિવારની છબી અને જાહેર વિશ્વાસ જાળવી રાખવાની દિશામાં એક મહત્વપૂર્ણ કાર્યવાહી માનવામાં આવી રહી છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.